Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightદેશમાં આ રાજ્યોમાં આજે થઈ શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે કરી...

દેશમાં આ રાજ્યોમાં આજે થઈ શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી?

નવી દિલ્હી: હાલના દિવસોમાં દેશમાં લગભગ મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. જ્યારે મુંબઈમાં ફરી એકવાર આફતનો વરસાદ શરૂ થયો છે. સોમવારે મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. જોકે હવામાન વિભાગે પહેલાં જ વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું.

ગોવાથી લઈ ઉત્તર, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતના ઘણાં ભાગમાં આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, અને સિક્કિમ સહિતના રાજ્યોમાં તોફાની પનવ સાથે વરસાદ પડે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે.

આજે ઉત્તરાખંડમાં વરસાદ પ્રલય બનીને વરસી શકે છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પ્રશાસનને યલો એલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, અલ્મોઢા, પિથૌરગઢ, અને બાગેશ્વરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

મોડી રાતથી ઉત્તરકાશીમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. જ્યારે બાગેશ્વરમાં બેહિસાબ વરસાદથી નળી-નાળામાં બે કાંઠે જોવા મળ્યાં છે. આ ઉપરાંત આસપાસના ગામડાંમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગંગા નદીની જળસપાટી ઝડપથી વધે છે. જેના કારણે પૂરનો ખતરો વધે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે ઉત્તરપ્રદેશ, અસમ, મેઘાલય, પશ્ચિમબંગાળ, સિક્કિમ, બિહાર અને તટીય કર્ણાટકમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાન, કેરળ, દક્ષિણ કર્ણાટક, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમબંગાળ, ઝારખંડ અને ઉત્તર પૂર્વ રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page