હાર્દિક પંડ્યા અને નતાશા પહેલીવાર એકબીજાની બહુ નજીક જોવા મળ્યાં, જુઓ તસવીરો

Featured Sports

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચે દુબઈમાં સગાઈ કરીને બધાંને ચોંકાવી દીધા હતાં. સગાઈ બાદ હાર્દિક અને નતાશાએ પોતાના સોશિયલ પેજ પર તસવીરો પોસ્ટ કરી હતી જે વાયરલ થઈ હતી. જોકે ત્યાર બાદ નતાશા હાર્દિકની વધુ એક તસવીર સામે આવી છે. જેમાં નતાશા અને હાર્દિક એકબીજાની બહુ જ નજીક જોવા મળ્યાં હતાં અને ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં હતાં.

સિંગર બાદશાહના સોંગ ‘ડીજે વાલે બાબુ’થી ફેમસ થયેલી અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચે ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરી લીધી છે. નવા વર્ષનની ઉજવણી સાથે હાર્દિકે નતાશાને ક્રુઝ પર લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. સર્બિયામાં રહેતી નતાશા અને હાર્દિક છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહી છે.

મહત્વની વાત છે કે, આ તસવીર જોતાં હાર્દિક પંડ્યા પોતાની ફિયાન્સી નતાશાને લાડમાં નટ્સ નામથી બોલાવતો હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પંડ્યા અને નતાશાએ જ્યારે દુબઈમાં સગાઈ કરી ત્યારે કેક પણ કાપી હતી.

સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં હાર્દિક પંડ્યા અને નતાશા એકબીજાનો હાથ પકડીને પોઝ આપ્યો હતો. હાર્દિકે આ તસવીરને શેર કરતાં નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. હાર્દિકની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

તમને જણાવી દઈએ કે, નતાશા સ્ટાનકોવિચે ત્રણ વર્ષની ઉંમરમાં ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. 17 વર્ષની ઉંમરમાં તેણે મોડલ સ્કૂલ ઓફ બેલેમાં એડમિશન લીધું હતું. 2020માં મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ પાત્ર અને ડાન્સમાં પણ કરિયર બનાવવાનું નક્કી કરી લીધું હતું. આ સપનાં સાકાર કરવા માટે તેણે 2012માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાનું નામ આ પહેલા અભિનેત્રી ઈશા ગુપ્તા, ઉર્વશી રૌતેલા અને અલી અવરામની સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ હાર્દિક પંડ્યાએ હજુ સુધી કોઈ પણ રીલેશનશિપને લઈને કોઈ પણ જાતનો સ્વીકાર કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *