Friday, April 12, 2024
Google search engine
HomeFeature Bottom6 મહિનામાં જન્મેલી એપલ જેટલા વજનવાળી બાળકીને બચાવી લેવાઈ, ડૉક્ટર પણ આશ્ચર્યચકિત

6 મહિનામાં જન્મેલી એપલ જેટલા વજનવાળી બાળકીને બચાવી લેવાઈ, ડૉક્ટર પણ આશ્ચર્યચકિત

કેલિફોર્નિયા: કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે. આવો જ કંઈક એક બનાવ અમેરિકામાં સામે આવ્યો છે. અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના સાન ડિયાગોમાં ડિસેમ્બર 2018માં એક મહિલાએ માત્ર 243 ગ્રામની પુત્રીને જન્મ આપ્યો હતો. ત્રણ મહિના પ્રિમચ્યોર ડિલિવરી છતાં ડોક્ટરને તેને બચાવવામાં સફળતા મળી છે. આ સાથે જ વિશ્વની સૌથી નાની જીવતી બાળકીનો રેકોર્ડ આ બાળકીના નામે બની ગયો છે. ડોક્ટરે પાંચ મહિના પછી બાળકીને ઘેર જવાની રજા આપી છે.

સાન ડિયાગોની હોસ્પિટલમાં ડિસેમ્બર 2019ના રોજ ગર્ભવતી મહિલાને દાખલ કરવામાં આવી હતી. મહિલા પોતાની ઓળખ આપવા માંગતી નથી. ગર્ભવતી મહિલાની તબિયત ખરાબ થતાં 23 અઠવાડિયા અને ત્રણ દિવસની તેની પ્રિમેચ્યોર ડિલિવરી કરવી પડી હતી. ડિલિવરી વખતે બાળકી જીવતી હતી અને તેનું વજન માત્ર 243 ગ્રામ હતું, એટલે કે એક એપલ બરોબર ગણાવી શકાય.

આ બાળકીને ડૉક્ટરની ટીમે સાયબી નામ આપ્યું છે. સાયબીની બાદમાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી. ગત મે 2019મા તેનું વજન વધીને 2.4 કિલોગ્રામ જેવું થઈ ગયું હતું. આજે સૌથી નાના જીવતા બાળકનો રેકોર્ડ સાયબીના નામે થઈ ગયો છે. આ પહેલાં જર્મનીમાં 2015મા સૌથી નાના જીવતા બાળકનો રેકોર્ડ હતો, જેનું વજન ડિલિવરી વખત 252 ગ્રામ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page