વડોદરા: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે 22 ઈંચ વરસાદથી આખું વડોદરા પાણીમાં ડૂબ્યું છે. ત્યારે બુધવાર બપોર બાદ વડોદરામાં કેમ વરસાદ તૂટી પડ્યો હતો જેનું મોટું કારણ સામે આવ્યું છે.
વડોદરામાં 22 ઈંચ વરસાદ ખાબકવા પાછળનું સૌથી મોટું કારણ સામે આવ્યું છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે, ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તેનું પાછળનું કારણ કુલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. હાલ ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે વડોદરામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
હવામાન નિષ્ણાંતોના માનવું છે કે, પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર તૈયાર થયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન તૈયાર થયું છે. તેમજ ત્રીજી વરસાદી સિસ્ટમ પશ્ચિમ બંગાળના ગંગાના તટીય પ્રદેશ, ઝારખંડ અન દક્ષિણે ઉત્તર પ્રદેશમાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી છે. જેને લઈને ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
જોકે આ ત્રણેય સિસ્ટમની સૌથી વધુ અસર વડોદરામાં થઈ છે. જેને લીધે વડોદરામાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે આખું વડોદરા પાણી ડૂબી ગયું છે. જોકે હાલ વરસાદી પાણી ઓસરી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે.
મહત્વની વાત એ છે કે, હાલ પણ લો-પ્રેશર સક્રિય હોવાથી આગામી ત્રણ દિવસ એટલે કે ત્રીજી ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.