Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratવડોદરાના આ IPSએ પાણીમાં ઉતરીને લોકોને બચાવ્યાં, લોકો કરી રહ્યા છે ભરપૂર...

વડોદરાના આ IPSએ પાણીમાં ઉતરીને લોકોને બચાવ્યાં, લોકો કરી રહ્યા છે ભરપૂર વખાણ

વડોદરાઃ 20 વરસાદને કારણે સમગ્ર વડોદરામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે શહેરીજનોની હાલત કફોડી બની છે, પરંતુ NDRF, પોલીસ અને ફાયર વિભાગની ટીમ પૂરજોશમાં રાહત કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં ઘણાં લોકોનું રેસ્ક્યું કરાયું છે અને 5000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ પૂરની સ્થિતિમાં એક મહિલા આઈપીએસની કામગીરીને લોકો વખાણી રહ્યા છે.

ગુજરાત કેડરના મહિલા આઈપીએસ સરોજ કુમારી પણ તેમની ટીમ સાથે પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી કરી રહ્યા છે. તેમણે અનેક લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતાં. સરોજ કુમારીએ માત્ર ફસાયેલા શહેરીજનો જ નહીં પરંતુ વિશ્વામિત્રી બ્રિજ વિસ્તારમાં એક પાલતું શ્વાનનું રેસ્ક્યૂ કરી બચાવી લીધો હતો.

સરોજ કુમારીની કામગીરી દરમિયાનના ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સાથે તેમની કામગીરીના વખાણ પણ કરવામાં આવી રહ્યા છે. રેસ્ક્યૂ દરમિયાનના કેટલાંક ફોટોગ્રાફ સરોજ કુમારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યાં છે.

આ ફોટો પર આઈપીએસ વિપુલ અગ્રવાલે પણ પ્રતિક્રિયા આપતાં તેમની કામગીરીને વખાણી હતી. તેમણે લખ્યું હતું કે, સારી કામગીરી @IPS Saroj kumari. સાચા આગેવાન તમારી જેવા હોય છે. તમે અમને ગૌરવ અનુભવાવ્યું છે.

ગુજરાત કેડરના IPS સરોજ કુમારી હાલ વડોદરાના ઝોન-4માં ફરજ બજાવી રહ્યા છે. સરોજ કુમારી મૂળ રાજસ્થાનના વતની છે. આ પહેલાં સરોજ કુમારી બોટાદના એસપી પણ રહી ચૂક્યા છે. સરોજ કુમારીના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page