છેલ્લા 24 કલાકમાં બોટાદ, ખેડા અને મહેસાણા સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીમાં ડૂબ્યાં

Featured Gujarat

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં બોટાદમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ખેડાના મહુધા 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણીમાં ડુબી ગયા છે. ખેડામાં 14 ઈંચ વરસાદથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

બોટાદમાં 15 ઈંચ, ખેડામાં 14 ઈંચ, મહેસાણામાં 12 ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 10 ઈંચ, ધોલેરામાં 10 ઈંચ, કલોકમાં 9 ઈંચ, મહેસાણાના જોટાણામાં 8 ઈંચ વરસાદ, અમદાવાદમાં 8 ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં 8 ઈંચ, નડિયાદમાં 8 ઈંચ, છોટાઉદેપુરમાં 8 ઈંચ, ડેડિયાપાડામાં 8 ઈંચ, રાપર, સોનગઢ અને ગોધરામાં સાડા સાત ઈંચ વરસાદ, ગાંધીધામ, સાણંદ, ભાવનગરના ઉમરાડામાં સવા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત કઠલાલ, આણંદ, ભચાઉ, હળવદ, રાજકોટ, વડોદરાના દેસર, ખેડાના ઠાસરામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોળકા, વીંછીયા,
ચોટીલા, મોરબી શહેર, ટંકારા, જામનગરના ધ્રોલ, સુરતના ઉમરપાડામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. બાયડ, પેટલાદ, વિજાપુર, આમોદ, ઉમરેઠ, જાંબુઘોડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

ડાંગના સુબિર, માંગરોળ સહિત અનેક વિસ્તારોમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાયલા, લખતર અને કરજણમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો. સમી, ભાવનગર, તારાપુર, બાબરા, હિંમતનગર, સાવલી, સિહોરી, લોધિકા, કલ્યાણપુર, સોજીત્રામાં 5 ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *