Friday, April 12, 2024
Google search engine
HomeGujaratસૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડે તેવી સંભાવના

સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડે તેવી સંભાવના

અમદાવાદઃ હાલ ગુજરાતમાં શિયાળો અને વરસાદની સિઝન ચાલી રહી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો ત્યારે સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ, આજથી ગુજરાતમાંથી વરસાદ વિદાય લેશે. જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાંથી શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

રાજસ્થાન અને પાડોશી વિસ્તારોમાં સાયક્લોન સરક્યુલેશન યથાવત્ છે તેમ IMDની વેબસાઈટમાં જણાવ્યું હતું. IMDની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે તેવી શક્યતા નથી અને ત્યાર બાદ તેમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો જોવા મળશે.

હવામાન વિભાગ પ્રમાણે, કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદ આગાહી કરી છે. કચ્છના કેટલાંક ભાગોમાં 40 કિમી પ્રતિ કલાકની તીવ્ર ઝડપથી ફૂંકાતા પવનનો અનુભવ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page