Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightમોડી રાતે અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે પડેલા ભારે વરસાદને લીધે સ્ટેડિયમ પાણીમાં તરવા...

મોડી રાતે અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે પડેલા ભારે વરસાદને લીધે સ્ટેડિયમ પાણીમાં તરવા લાગ્યું!

શુક્રવારે રાતે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અડધું અમદાવાદ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જ્યારે રોડ-રસ્તા પર પાણી ફરી વળતાં સવારે ઓફિસ જવા નીકળેલા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદમાં 8 ઈંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતાં. ભારે વરસાદના કારણે નવરંપુરા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાણીમાં તરતું જોવા મળ્યું હોય તેવું દ્રશ્ય લાગી રહ્યું છે. હાલ સરદાર પટેલ સ્ટેડિયમની એક તસવીર વાયરલ થઈ છે જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આખે આખું સ્ટેડિયમ તળાવ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.

શુક્રવાર રાતથી જ અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. રાતે ત્રણ વાગ્યાથી શરૂ થયેલા વરસાદે શહેરના ઘમરોળી નાખ્યું હતું. અમદાવાદના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણીપ, ચાંદખેડા નવરંપુરા સહિતના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page