Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratમહિલાએ કહ્યું- હું નસીબવાળી છું કે મને ભગવાને આવો દિકરો આપ્યો

મહિલાએ કહ્યું- હું નસીબવાળી છું કે મને ભગવાને આવો દિકરો આપ્યો

પ્રમુખસ્વામી નગરમાં પાર્ષદ દીક્ષા ગ્રહણ કરનારા 58 યુવાનોને ભગવતી દીક્ષા (સંત દિક્ષા) આપવામાં આવી હતી. જેમાં એકના એક દિકરા હોય એવા 17, પિતા ગુજરી ગયા હોય એવા 7, એન્જિનિયર 30, ગ્રેજયુએટ 52 અને પાંચ અમેરિકાના સિટીઝન્સ સમાવેશ થાય છે. આ પ્રસંગે મહંતસ્વામીએ કહ્યું કે, 56 યુવાઓના માતા-પિતાએ તેમના હાથ નહીં હૃદય કાપીને આપી દીધું છે અને આપણી સેનામાં જોડયા છે. એન્જિનિયર થયેલા 30 વર્ષીય સાધુ વશિષ્ટભગતની માતાએ કહ્યું કે, 2010માં મારા દિકરાએ મને કહ્યું હતું કે મારે સાધુ થવું છે.

આ વિચાર અંગે મેં પૂછ્યુ ત્યારે તેણે મને કહ્યું હતું કે, ગુણે રાજી ગીરધારી પુસ્તક વાંચીને મને પ્રેરણા મળી હતી. મારા પતિ નથી એટલે દીક્ષા લેતા પહેલા મારા દિકરાએ મને કહ્યું હતું કે, જો તને કોઈ પૂછે કે તમે તેમ મોકલી દીધો ? હું નસીબવાળી છું કે મને ભગવાને આવો દિકરો આપ્યો અને એ સાધુ થઈ ગયો.

અમેરિકાનું બ્લેક કાર્ડ ધરાવતા 28 વર્ષીય આર્કિટેક જિતેન્દ્ર સ્વામીએ કહ્યું કે, ‘10 વર્ષનો હતો ત્યારે ન્યૂયોર્કમાં ‘બાપા’એ કહ્યું હતું, અમારી સાથે આવી જા, આજે 18 વર્ષ પછી સાધુવેશ ધારણ કર્યો છે.’

શ્રીજી મહારાજ દીક્ષાર્થીના કુટુંબીઓને તને મને ધને સુખી કરે તેવી પ્રાર્થનાઃ મહંત સ્વામી

મહંત સ્વામીએ વધુમાં કહ્યું કે આ પાર્ષદો ભક્તિ સાથે સાથે સમાજ સેવાનાં કાર્યમાં જોડાશે. આજે દીક્ષા લેનાર તમામ સાધકો ભગવાનના ખોળે બેસી ગયા છે તો માતા-પિતાએ નિશ્ચિંત થઈ જવું કારણકે તમારા સંતાનો ભગવાનના ચરણોમાં બેઠા છે માટે સુખી જ થવાના છે.શ્રીજી મહારાજ દીક્ષાર્થીના માતા પિતા અને કુટુંબીઓને તને મને ધને સુખી કરે તેવી પ્રાર્થના”

દીક્ષા લઈને મેં જેટલું છોડ્યું છે તેના કરતાં મને વધારે મળ્યું છે

અમેરિકાનું બ્લેકકાર્ડ ધરાવતા 28 વર્ષીય આર્કિટેક જીતેન્દ્રિયસ્વામીએ દિક્ષા લીધા પછી કહ્યું કે, મેં જેટલું છોડ્યું છે તેના કરતાં વધુ મળ્યું છે. આલિશાન ઘર છોડ્યું તેની સામે મંદિરો મળ્યા, અમુક મિત્રો છોડયા તેની સામે સત્સંગીઓ મળ્યા છે. 2004માં જ્યારે બાપા ન્યૂયોર્ક આવ્યા ત્યારે મારી ઉંમર દસ વર્ષ હતી. મેં ડ્રામામાં સાધુવેશ ધારણ કર્યો અને મને જોઈને બાપાએ કહ્યું, અમારી સાથે આવી જા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page