Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodએક સમયે મોહક અદાથી મનમોહી લેતી ‘રાધા’ હવે દેખાવા લાગી છે આવી

એક સમયે મોહક અદાથી મનમોહી લેતી ‘રાધા’ હવે દેખાવા લાગી છે આવી

મુંબઈઃ ટીવી પર પૌરાણિક કથાઓ પર આધારિત ટીવી સિરિયલ ‘રામાયણ’ અને ‘મહાભારત’ આજે પણ લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી રહ્યાં છે. ગત વર્ષે લોકડાઉનમાં ટીવી પર ‘મહાભારત’ અને ‘શ્રીકૃષ્ણ’ જેવી સિરિયલ્સ ફરી ટીવી પર પ્રસારિત કરવામા આવી હતી. ‘શ્રી કૃષ્ણા’ પ્રથમવાર 1993 થી 1996 દરમિયાન દેખાડવામા આવી હતી. આટલા વર્ષો પછી ‘શ્રી કૃષ્ણા’ની ‘રાધા’ આજે ક્યાં છે અને કેવી દેખાય છે તે અમે તમારી સમક્ષ જણાવી રહ્યાં છે.

આ સિરિયલમાં એક્ટર સર્વદમન ડી બેનર્જીએ ‘શ્રી કૃષ્ણ’માં કૃષ્ણનો રોલ કર્યો હતો. સર્વદમન હવે ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ચૂક્યા છે અને રિષીકેશમાં રહી લોકોને મેડિટેશન શીખવાડે છે. સિરિયલમાં રાધાનો રોલ રેશ્મા મોદીએ કર્યો હતો.

તેમના વિશે લોકો ઘણું ઓછું જાણે છે. રેશ્મા મોદી ‘શ્રી કૃષ્ણા’ સિરિયલ બાદ ફિલ્મ્સમાં પણ જોવા મળ્યા હતા. તેઓ દિયા મિર્ઝા અને આર. માધવનની લોકપ્રિય ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મૈં’ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2001માં રીલિઝ થઈ હતી. આ ઉપરાંત રેશ્મા મોદી જૂહી ચાવલા અને ઈરફાન ખાનની ફિલ્મ ‘સાડે સાત ફેરે’માં પણ જોવા મળ્યા હતા.

રેશ્મા મોદીએ પોતાના કેરેક્ટર થકી પણ ટીવી-ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારી એવી ઓળખ મેળવી હતી. રેશ્મા મોદીએ ‘ચલ ચલેં’, ‘ફ્રાન્સ-એક જાસૂસ કી કહાની’ અને ‘મિલતા હૈ ચાન્સ બાઈ ચાન્સ’ જેવી ફિલ્મ્સ કરી છે.

લુક્સની વાત કરીએ તો રેશ્મા મોદીને હવે ઓળખવા થોડા મુશ્કેલ છે. રેશ્માએ ઘણા સમય પહેલા ગ્લેમર ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું. ‘શ્રી કૃષ્ણા’માં રેશ્મા મોદીનો રોલ બહુ મોટો નહોતો. રેશ્મા મોદી ઉપરાંત રાધાની યુવા અવસ્થાનો રોલ શ્વેતા રસ્તોગીએ ભજવ્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page