Friday, April 12, 2024
Google search engine
HomeGujaratરવિવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો

રવિવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો

અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં ફરી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26 અને 27મીએ વરસાદનું જોર વધારે રહેશે.

રવિવારે ઉકળાટ બાદ સાબરકાંઠામાં ઘણાં ગામડાંઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અનેક ગામડાંઓમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદના કારણે સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વડાલી અને પોશીનામાં એક-એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિજયનગર, ઈડર, ખેડબ્રહ્મામાં અડધો-અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.

બપોર બાદ મહિસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યાર બાદ ખાનપુર, કડાણા, બાલાસિનોર અને લુણાવાડા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો યાત્રાધામ શામળાજીમાં મેઘરાજા મહેરબાન થયા હતા. શામળાજી અને ભિલોડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મહિસાગર અને અરવલ્લીમાં મોટા ભાગના તમામ વિસ્તારોમાં અંદાજે અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમરેલીમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરના ચકરાવા, બાબરપરા સહિતનાં ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ગીરની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા હતા. દાહોદમાં પણ લીમડી, ડુંગરી, થાળા, સીમળખેડી, વરોડમાં વરસાદ વરસ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page