Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratબપોરે અચાનક અમદાવાદમાં ધોધમાર વરસાદની એન્ટ્રી, 1 ઈંચ વરસાદ ખાબક્યો

બપોરે અચાનક અમદાવાદમાં ધોધમાર વરસાદની એન્ટ્રી, 1 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદમાં ગરમીથી લોકો પરેશાન હતાં જોકે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદમાં બપોરે 1 વાગે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે અમદાવાદમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

બપોરે 1 વાગે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. અંદાજે 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.

અમદાવાદના એસ.જી.હાઈવે, પ્રહલાદનગર, થલતેજ, બોપલ, વસ્ત્રાપુર, લાલ દરવાજા, બોડકદેવ, ઘાટલોડિયા, નારાયણપુરા, પંચવટી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે જોત જોતામાં જ રોડ પર પાણી ફરી વળ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page