Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightસાનિયા મિર્ઝાના પતિએ લીધી નિવૃત્તિ, ગુજરાતી હાર્દિક પંડ્યા છે તેનું કારણ!

સાનિયા મિર્ઝાના પતિએ લીધી નિવૃત્તિ, ગુજરાતી હાર્દિક પંડ્યા છે તેનું કારણ!

લંડન: પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે વન-ડે ઇન્ટરનેશન ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. વર્લ્ડકપની બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં શોએબ મલિકને સ્થાન મળ્યું નહોતું. તેણે મેચ પૂરી થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતની ટેનિસ સ્ટારના સાનિયા મિર્ઝાએ પણ ટ્વિટ કરી પતિ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. શોએબ મલિકની વહેલી નિવૃત્તિ માટે પરોક્ષ રીતે ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા નિમિત્ત બન્યો છે.

37 વર્ષીય શોએબ મલિક છેલ્લાં ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ હતો. વર્લ્ડકપની શરૂઆતની મેચોમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ભારત સામેની મેચમાં પહેલાં તેને પડતો મૂકવામાં આવે તેવી વાત હતી. જોકે તેનો ભારત સામેની વર્લ્ડકપની મેચમાં અંતિમ 11 ઈલેવનમાં સમાવેશ કરાયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ શોએબ મલિક માટે અંતિમ ચાન્સ હતો. આ મેચમાં મલિક જો ના ચાલે તો તેને પછીની આગળની મેચમાં લેવામાં આવશે નહીં તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

ભારત સામેની મેચમાં પણ શોએબ મલિકનું નસીબ નબળું રહ્યું હતું. ભારતે આપેલાં 337 લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની એક પછી એક વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનને તેના અનુભવી બેટ્સમેન શોએબ મલિક પાસે આશા હતી. 129 રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી ચૂકેલા પાકિસ્તાન માટે શોએબ મલિક મેદાન પર આવ્યો હતો. પણ હાર્દિક પંડ્યાના બોલને ઓળખવામાં થાપ ખાઈ જતાં પહેલાં જ બોલે શોએબ બોલ્ડ થયો હતો.

આ સાથે જ શોએબની કારકિર્દી પર મીંડુ મૂકાઇ હતું. કોમેન્ટર્સ પણ આ શોએબ મલિકની અંતિમ મેચ બની રહેશે તેવી ભવિષ્યવાણી કરી હતી. પાકિસ્તાને પણ ત્યાર પછી એક પણ મેચમાં શોએબનો અંતિમ 11 ખેલાડીઓમાં સમાવેશ કર્યો નહોતો. અંતે શોએબે છેલ્લી બાંગ્લાદેશ સામેની મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

તમે જે પણ કંઈ હાંસલ કર્યું તેના પર મને ગર્વ: સાનિયા મિર્ઝા

બીજી તરફ પોતાના પતિની નિવૃત્તિની જાહેરાત પર પત્ની સાનિયાએ મિર્ઝા એ એક ટ્વિટ કરી હતી. જેમાં તેણે લખ્યું- ”દરેક સ્ટોરીનો એક અંત હોય છે, પરંતુ જીવનમાં દરેક અંત એક નવી શરૂઆત છે. તમે 20 વર્ષ સુધી ગર્વ સાથે પોતાના દેશ માટે રમ્યા.તમે જે પણ કંઈ હાંસલ કર્યું તેના પર મને અને ઇજહાનને ગર્વ છે. ”

શોએબ મલિકના વન-ડેમાં 9 સદી સાથે 7534 રન

શોએબ મલિકની વન-ડે કરિયર પર નજર કરીએ તો તેણે 287 મેચમાં 7534 રન બનાવ્યા હતા. જેમાં 9 સદી 44 અડધી સદી સામેલ છે. જ્યારે તેણે 35 ટેસ્ટમાં 60 ઈનિંગ્સમાં 1898 રન બનાવ્યા હતા. જેમાં 3 સદી સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page