Friday, April 12, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, તમામ જગ્યાએ NDRFની ટીમો તૈનાત કરાઈ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, તમામ જગ્યાએ NDRFની ટીમો તૈનાત કરાઈ

અમદાવાદ: ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 31 જુલાઈથી કચ્છમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે. જેની રવિવારથી શરૂઆત પણ થઈ ગઈ છે. જ્યારે 30 જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતાં મોરબી, જામનગરમાં વરસાદ પડે તેવી સંભાવના છે. જેથી કુલ મળીને આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના છે.

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં NDRFની 3-3 ટીમ તૈનાત કરી રાખવામાં આવી છે. દાહોદ ખાતે પણ NDRFની 1 ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. વલસાડ, નવસારી અને સુરતમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરી દીધી છે. આ સિવાય રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં NDRFની 1-1 ટીમ જ્યારે ઉ. ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવાનું સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

નોર્થ ઓડિશા અને ઝારખંડ પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ આવી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

31 જૂલાઈ બાદ એક લો પ્રેશર એરિયા સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં તૈયાર થશે. જેના બે કે ત્રણ દિવસ બાદ એટલે કે 2 અને 3 ઓગસ્ટે ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. અત્યાર સુધી અમદાવાદમાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી 28 અને 29 જૂલાઈએ અમદાવાદ અને ગાંધીનગરથી મધ્ય ગુજરાત તરફ પણ સારો વરસાદ જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page