Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તે પહેલાં રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે...

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તે પહેલાં રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

અમદાવાદઃ હવે ચોમાસું ગુજરાતમાંથી ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે અને હાલ રાજ્યમાં વરસાદનું જોર પણ ઘટી ગયું છે. જોકે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં પણ આગામી દિવસોમાં સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.


આજે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. આ સિવાય સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ અને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં લગભગ વાતાવરણ સાફ રહેવાની સંભાવના છે.

આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન પર બનેલા લો પ્રેશર અને મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમમાં સર્જાયેલા સાઈક્લોનિક સરક્યુલેશનની અસર ગુજરાત પર જોવા મળશે. જેમાં અઠવાડિયા દરમિયાન નવસારી, વલસાડ, સુરતમાં આજે તથા આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે.

આજે તથા આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ સહિત ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, આણંદ, ખેડા, પંચમહાલ, ભાવનગર, જામનગર, દ્વારકામાં વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page