Friday, April 12, 2024
Google search engine
HomeGujaratઅતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી? આગામી ત્રણ દિવસ ગુજરાત માટે...

અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી? આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ધોધમાર વરસાદના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. ઓડિશા પર લો-પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં 26થી 28 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.

26મીએ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચમાં ધોધમાર વરસાદ જોવા મળે તેવી સંભાવના છે.

27મીએ અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા-ભરૂચ, સુરતમાં ધોધમાર વરસાદ વરસે તેવી સંભાવના છે.

28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે હળવા ઝાપટાં પડી શકે છે. આમ, આગામી દિવસોમાં વરસાદના વધુ એક રાઉન્ડથી ગરમીમાં રાહત મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page