Sunday, April 14, 2024
Google search engine
HomeNationalદીકરાને ધામધૂમથી પરણાવ્યો અને વહુને જિંદગીભર યાદ રહી જાય તેવી આપી ગિફ્ટ

દીકરાને ધામધૂમથી પરણાવ્યો અને વહુને જિંદગીભર યાદ રહી જાય તેવી આપી ગિફ્ટ

રાજસ્થાનના સીકર જિલ્લાના રોલસાબસર ગામની સરકારી શાળાના શિક્ષકે પુત્રના લગ્નમાં એક અનોખો દાખલો બેસાડ્યો છે. શિક્ષકે પહેલા સોફટવેર એન્જિનિયર પુત્રના દહેજ વગર લગ્ન કર્યા અને ત્યારબાદ પુત્રવધૂને પુત્રી માનીને લગ્નની ભેટમાં કાર આપી.

MSc સુધીનો અભ્યાસ કર્યો છે કન્યાએ
મળતી માહિતી મુજબ, સીકર જિલ્લાના ફતેહપુર શેખાવતી ઉપખંડ ગામના ઢાંઢણ નિવાસી વિદ્યાધર ભાસ્કર, રોલસાહબસરની સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિકમાં વરિષ્ઠ શિક્ષક છે. વિદ્યાધર ભાસ્કરે તેના સોફ્ટવેર એન્જિનિયર પુત્ર ભાસ્કર રામના લગ્ન 4 ફેબ્રુઆરી 2020માં ફતેહપુરના રામગઢ ગુડવાસ ગામના નિવૃત્ત સુબેદાર રાજપાલ જાખરની પુત્રી નીલમ જાખાર સાથે લગ્ન કર્યા. નીલમ જયપુરની સુબોધ કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી કરી રહી છે.

દરેક વિદ્યાધર ભાસ્કરની પ્રશંસા કરી રહ્યા છે
ભાસ્કરરામ અને નીલમના લગ્ન ધામધૂમ સાથે થયાં. વિદ્યાધર ભાસ્કરે પુત્રના લગ્નમાં દહેજ ન લઈ સમાજને સારો સંદેશ આપ્યો હતો. બીજે દિવસે, 5 ફેબ્રુઆરીએ, પુત્રવધૂનો ચહેરો જોવાની રસમમાં કાર ભેટ કરી, વિદ્યાધર ભાસ્કરના આ નિર્ણયને સમાજ અને સમગ્ર જિલ્લામાં ખૂબ પ્રશંસા મળી રહી છે.

દહેજનાં કાર અને પ્લોટ પાછા આપ્યા
શિક્ષક વિધાધાર ભાસ્કરે જણાવ્યું હતું કે જ્યારે સોફ્ટવેર એન્જિનિયર પુત્ર માટેના સંબંધોને જોવા લાગ્યો ત્યારે ઘણા સંબંધો આવ્યા હતા. કેટલાક દહેજમાં કારને પ્લોટ આપવાની દરખાસ્ત કરી રહ્યા હતા. રોકડ માટેની દરખાસ્તો પણ હતી, પરંતુ મેં નક્કી કર્યું હતું કે મેં સંસ્કૃત અને શાસ્ત્રોમાંથી દહેજ સામે શિક્ષણ લીધું છે. હું તેને મારા જીવનમાં લઈશ અને મારા પુત્રના દહેજ વિના લગ્ન કરીશ.

દહેજના કેસમાં ઘટાડો થશે
સીકરના એક ગામ ઢાંઢણનાં ભૂતપૂર્વ સરપંચ જગદીશ પ્રસાદ શર્મા કહે છે કે શિક્ષક વિદ્યાધર ભાસ્કરે દીકરી તરીકે પુત્રવધૂને કાર ભેટ કરવાની પહેલથી પુત્ર અને પુત્રી વિશે સમાજની વિચારસરણી બદલાશે. આ ઉપરાંત દહેજની પજવણી જેવા વિવાદોમાં પણ ઘટાડો થશે.

મને બે માતા-પિતાનો આશીર્વાદ મળ્યો
સસરાએ લગ્નમાં દહેજ ન લેતાં અને પછી મને પુત્રી તરીકે કારની ઓફર કરીને હું અભિભૂત થઈ ગઈ. આજે જ્યાં દિકરીને દહેજમાં કાર આપવામાં આવે છે. તો, સસરા દ્વારા પુત્રવધૂને કાર આપવી એ એક અનોખી પહેલ છે. મને લાગે છે કે લગ્ન પછી પણ હું પીયરમાં જ છું. મને બે માતા-પિતાનો આશીર્વાદ મળ્યો છે.

આવા પ્રયત્નોથી દહેજ પ્રણાલીનો અંત આવશે
તારાચંદ ભોજન અને બાલાજી શૈક્ષણિક સંસ્થા નગરાદાસના ડાયરેક્ટર દિનેશ પેરિક કહે છે કે શિક્ષકો સમાજનું દર્પણ છે. આજે સસરાની પુત્રવધૂને કારની ભેટ ભલે અજીબ લાગે છે, પરંતુ જ્યારે તે પરંપરાનું રૂપ લેશે ત્યારે સમાજમાં દહેજના રૂપમાં રહેલો રાક્ષસ સંપૂર્ણ નાબૂદ થઈ જશે. શિક્ષક વિદ્યાધર ભાસ્કરની આ પહેલ દરેક માટે પ્રેરણાદાયક છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page