Friday, May 17, 2024
Google search engine
HomeNationalઅમેરિકાની યુવતીએ ભારતના ખેડૂત સાથે કર્યા લગ્ન, ચેટિંગથી શરૂ થયેલી લવસ્ટોરી પ્રેમમાં...

અમેરિકાની યુવતીએ ભારતના ખેડૂત સાથે કર્યા લગ્ન, ચેટિંગથી શરૂ થયેલી લવસ્ટોરી પ્રેમમાં પરણમી

એક કિસ્સો માર્ચ 2019માં સામે આવ્યો હતો. અમેરિકામાં રહેતી એક યુવતીને ભારતના એક ખેડૂત યુવક સાથે પ્રેમ થયો. આ પછી અમેરિકન યુવતી તેની સાથે લગ્ન કરવા ભારત આવી અને હોળીના શુભ પર્વે ખેડૂત યુવક સાથે સાત ફેરા ફરી જિંદગીની નવી ઇનિંગ્સ શરૂ કરી. અમે તમને આ અનોખી પ્રેમ કહાણી વિસ્તારપૂર્વક જણાવીએ.

અમેરિકન યુવતીને ભારતના ખેડૂત યુવક સાથે પ્રેમ થયો
આ વાત છે અમેરિકન જેલિકા લિજેથ ટેરાજસ (36) ઉર્ફ જૂલી અને મધ્યપ્રદેશના હોશંગાબાદના સિવની માલવાના ગામ બિસોનીકલાના રહેવાસી દીપક રાજપૂત (40)ની. દીપક ખેડૂત છે અને ખેતી કરીને પોતાનું ઘર ચલાવે છે. દીપક અને જૂલીની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી અને પછી બંનેને ધીમે-ધીમે પ્રેમ થઈ ગયો હતો.

હોળીના શુભ પર્વે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ઉલ્લેખનીય છે કે, જેલિકા ઉર્ફે જૂલી માનવસ સંસાધન વિભાગ (HRD)માં અધિકારી છે. બંનેની ફ્રેન્ડશિપ ફેસબુક દ્વારા થયાં પછી છ મહિનાથી વોટ્સએપ પર ચેટિંગ અને ફોન પર વાતો પણ કરતાં હતાં. આમ ફોન પર વાત કરતાં-કરતાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો.

સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન થયાં
જૂલી અમેરિકાથી ભારત ફરવા માટે આવી હતી. આ દરમિયાન બંનેની મુલાકત વધી ગઈ હતી. બંને સતત એકબીજાને મળતાં હતા અને અંતે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. હોળીના દિવસે દીપક અને જૂલીએ નર્મદા કિનારે સ્થિત ચિત્રગુપ્ત મંદિરમાં સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કરી લીધા હતાં. લગ્ન પછી બંને પરિવારના અન્ય સભ્યો સાથે હોળી પણ રમ્યા હતાં. આ સાથે જ બંનેએ ફેરા ફરતી વખતે સાતેય જન્મ સાથે રહેવાનો વાયદો પણ કર્યો હતો.

દીપકના વિચારોએ જૂલીને પ્રભાવિત કરી
દીપક બી.કોમ પાસ છે અને અંગ્રેજી ભાષા બરાબર આવડતું નહોતું. છતાં વાતચીત દરમિયાન જૂલી દિપકના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી. આ પછી ફોન પર વાત કરતાં કરતાં પ્રેમ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, અમિરાકાના ઓવલી ટોસ બોલવિયા શહેરની રહેવાસી જૂલીની ફ્રેન્ડશિપ દીપક સાથે 3 વર્ષ પહેલાં થઈ હતી.

દીપકે જૂલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને જૂલીએ હા પાડી દીધી હતી. આ લગ્નથી દિપકના ઘરના લોકો ખૂબ જ ખુશ છે. જૂલીને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ રૂચિ છે. તેમનું માનવું છે કે, ભારત ખૂબ સુંદર દેશ છે અહીંના લોકો તેમને ખૂબ જ પસંદ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page