Sunday, April 14, 2024
Google search engine
HomeNationalપહેલા કર્યું પ્રપોઝ, ના પાડી તો તડપાવી તડપાવીને ટીચરે બાળકીને મારી નાખી

પહેલા કર્યું પ્રપોઝ, ના પાડી તો તડપાવી તડપાવીને ટીચરે બાળકીને મારી નાખી

કોટામાં 14 વર્ષની સગીર વિદ્યાર્થિની હત્યા મામલે પોલીસે આરોપી ટીચર ગૌરવ જૈનને જેલ ભેગો કરી દીધો છે. પોલીસે 6 દિવસ સુધી આરોપીના રિમાન્ડમાં પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આરોપી ટીચરે હત્યા કરવાની રીત બાજીગર ફિલ્મ જોઈને શીખી હતી. ગૌરવે નક્કી કર્યું હતું કે, તે વિદ્યાર્થીની હત્યા કરીને જ શાંત થશે. આ માટે તેણે છેલ્લાં કેટલાક દિવસથી તૈયારી પણ કરી હતી.

પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેણે મોબાઇલ પર શાહરૂખ ખાનની મૂવી જોઈ હતી. જેથી ગળું દબાવીને હત્યા કરવાનું શીખી શકે. તેણે જણાવ્યું કે, આ મૂવીમાં શાહરૂખ ખાન પોતાની પ્રેમિકાની હત્યા કર્યા પછી ઘણાં લોકોની હત્યા કરે છે. જેમાંથી એક છોકરો અને એક છોકરીની હત્યા ગળું દબાવીને કરે છે. આરોપીએ ફિલ્મમાં તે વાત નોંધી હતી કે, એકલા કેવી રીતે ગળું દબાવીને હત્યા કરી શકાય. કઈ રીતે હત્યા કરતી વખતે મારનાર વ્યક્તિનો અવાજ દબાવી શકાય છે.

હત્યાના બે દિવસ પહેલાં જોઈ હતી ફિલ્મ
આરોપીએ જણાવ્યું કે, હત્યાનું પ્લાનિંગ તેના મગજમાં છેલ્લાં ઘણાં દિવસોથી હતું. હત્યાના બે દિવસ પહેલાં જ આરોપીએ કલાકો સુધી ફિલ્મમાં હત્યાના બે સીન જોયા હતાં. તેણે જણાવ્યું કે, વિદ્યાર્થિનીનું તેણે એવી રીતે ગળું દબાવીને હત્યા કરી હતી. જે રીતે ફિલ્મમાં શાહરૂખ ખાન હોટેલમાં છોકરી (એક્ટ્રેસ રેશમા ટિપનિસ)ને મારી હતી. આ સાથે જ આરોપીએ એક છોકરા (એક્ટર ક્રિશ મલિક)ને મારવાના સીનમાં જે રીતે ગળામાં દોરી બાંધી હતી. તે રીતે જ છોકરીના ગળામાં ફંદો બાંધ્યો અને પછી છોકરીના હાથ પગ બાંધી દીધા હતાં.

પોલીસને CCTV ફૂટેદ ચેક કરવામાં મુશ્કેલી આી હતી
પોલીસે જણાવ્યું કે, 13 ફેબ્રુઆરીએ હત્યા પછી આરોપીની ધરપકડ કરવા માટે તરત જ ટીમ એક્ટિવ થઈ ગઈ હતી. આરોપીએ પોતાનો મોબાઇલ કિશોર સાગર તળાવમાં ફેંકી દીધો હતો. સાઇબર ટીમે CCTV ચેક કર્યા હતાં. આરોપીની ઓળખ થઈ ગઈ હતી. પણ તેને ટ્રેક કરવામાં મુશ્કેલી થતી હતી. કેમ કે આરોપી જાણી જોઈને ફેસ માસ્ક પહેરીને નીકળ્યો હતો. જોકે, ટીમે તેની સ્કૂટીના આધારે તેણે પણ ટ્રેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. એવામાં તેની સ્કૂટી ઘટનાના બીજા દિવસે જ મળી ગઈ હતી.

15 માર્ચ સુધી રજૂ થશે ચલાણ
આ આંખા મામલે પોલીસે આરોપીની પૂછપરછ પછી કડીઓ જોડી છે. પહેલાં જ દિવસથી આખા મામલે કેસ ઓફિસર સ્કીમમાં લાવવાની જાહેરત કરી દીધી હતી. હવે પોલીસ 15 માર્ચ સુધી ચલાણ રજૂ કરવાની તૈયારીમાં છે. જેથી આરોપીની કડકમાં કડક સજા અપાવી શકાય.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page