Friday, April 19, 2024
Google search engine
HomeGujaratધોળાદિવસે જબરદસ્ત સ્પીડમાં આવતી એસયુવી ગોથું થાઈને ઉલ્ટી થઈ ગઈ, બોલી ગયો...

ધોળાદિવસે જબરદસ્ત સ્પીડમાં આવતી એસયુવી ગોથું થાઈને ઉલ્ટી થઈ ગઈ, બોલી ગયો દેકારો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર એક લક્ઝુરિયસ કાર પલ્ટી મારી હતી જેને લઈને સમગ્ર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. કાર પલ્ટી મારતાં જ લોકોના ટોળાં દોડી આવ્યા હતાં. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી.

આજે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા શોક નજીક ચાલુ કારે સ્ટેયરિંગ લોક થતાં કારનો અકસ્માત સર્જાયો હતો. સ્પીડમાં આવી રહેલા કારનું સ્ટેયરિંગ લોક થતાં કાર બીઆરટીએસ ડિવાઈડર સાથે અથડાઈ હતી જેને લઈને કાર પલ્ટી મારી ગઈ હતી.

બીઆરટીએસ ડિવાઈડર સાથે કાર પલ્ટી માર્યાં બાદ 150 ફૂટ રિંગ રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માત બાદ રોડ લોકોના ટોળાં દોડી આવ્યા હતાં અને કાર સવારને બચાવ્યા હતાં. જોકે મહત્વની વાત એ છે કે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નહીં.

150 ફૂટ રિંગ રોડ પર લક્ઝુરિયસ કાર પલ્ટી માર્યાં બાદ લોકોના ટોળાં વળ્યાં હતાં. લોકો પોતાના મોબાઈલમાં વીડિયો અને તસવીરો ક્લિક કરતાં જોવા મળ્યા હતાં. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page