પિતાના નિધનના 4 દિવસ બાદ જ પુત્રીના ફિલ્મ સ્ક્રીનિંગમાં પહોંચ્યા રવિ કિશન, કેમેરા સામે આપ્યો હસતો પોઝ

Bollywood Featured

મુંબઈ: ભોજપુરી ફિલ્મ્સના સુપર સ્ટાર રવિ કિશનની પુત્રી રેવા કિશનની ડેબ્યૂ ‘સબ શુભ મંગલ’ શુક્રવારે રીલિઝ થઈ હતી. આ ફિલ્મ સ્ક્રીનિંગ શુક્રવારે મોડી રાતે મુંબઈમાં રાખવામાં આવી હતી. ફિલ્મ સ્ક્રીનિંગમાં ખાસ કરીને રવિ કિશન હાજર રહ્યાં હતા પરંતુ તેમના પિતાનું 4 દિવસ પહેલાં જ નિધન થયું હતું. પુત્રીની ખુશી માટે રવિ કિશન બધાં જ દુખ ભુલાવીને ફિલ્મ સ્ક્રીનિંગ પહોંચ્યા હતાં જ્યાં તેમણે કેમેરાની સામે હસતો પોઝ પણ આપ્યો હતો. ફિલ્મમાં રેવાની સાથે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનો પુત્ર પ્રિયાંક શર્મા લીડ રોડમાં જોવા મળ્યો છે. પ્રિયાંકની પણ આ ડેબ્યૂ ફિલ્મ છે.

પ્રિયાંકની ફિલ્મ સ્ક્રીનિંગમાં માતા પદ્મિની કોલ્હાપુરે, માસી શિવાંગી, તેજસ્વની કોલ્હાપુરે, ભાઈ સિદ્ધાંત કપૂર અને બહેન શ્રદ્ધા કપૂર હાજર રહ્યા હતાં. પોતાના કઝિન ભાઈની ફિલ્મ જોવા પહોંચેલ શ્રદ્ધા કપૂર બહુ જ ખુશ જોવા મળી હતી. એટલું જ નહીં તેણે ભાઈને ગળે મળતાં હોય તેવા ફોટો પણ પડાવ્યા હતાં.

પુત્રી રેવા કિશનના પિતા રવિ કિશન ફિલ્મ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતાં. કઝિન ભાઈની ફિલ્મ જોવા પહોંચેલ શ્રદ્ધા કપૂર પણ ખુશ જોવા મળી હતી. પુત્રી રેવા કિશનના પિતા રવિ કિશન ફિલ્મ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતાં. કઝિન ભાઈની ફિલ્મ જોવા પહોંચેલ શ્રદ્ધા કપૂર પણ ખુશ જોવા મળી હતી. ફિલ્મ સ્ક્રીનિંગમાં પોજ આપતી શ્રદ્ધા કપૂર, ભત્રીજાની ફિલ્મ જોવા પહોંચ્યા તેજસ્વની કોલ્હાપુરે. આ સ્ક્રીનિંગ દરમિયાન સ્ટાર્સ સહિત મહેમાનોએ ખુબ જ મજા કરી હતી.ફિલ્મ સ્ક્રીનિંગની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *