Wednesday, April 17, 2024
Google search engine
HomeRecipeકકડીને ભૂખ લાગી છે? તો બસ 10 મિનિટમાં તૈયાર થઈ જશે બેસનના...

કકડીને ભૂખ લાગી છે? તો બસ 10 મિનિટમાં તૈયાર થઈ જશે બેસનના ચીલા, લાગશે ટેસ્ટી

અમદાવાદઃ વરસાદની સીઝનમાં કંઈક મજેદાર ને સ્પાઈસી ખાવાની ઈચ્છા છે? તો સવારના કે સાંજના નાસ્તામાં ચણાના લોટના ચીલા બનાવી શકાય. ચીલા ચા સાથે અથવા તો ટોમેટો કેચઅપ સાથે ખાવાની ઘણી જ મજા આવે છે.

સામ્રગીઃ
ત્રણ કપ બેસન
અડધો કપ સોજી
1 ચમચી લાલ મરચું
2-3 લીલું મરચું (બારીક સમારેલું)
એક ડુંગળી (બારીક સમારેલી)
આદુ-લસણની પેસ્ટ
કોથમીર (બારીક સમારેલી)
મીઠું (સ્વાદ મુજબ)
તેલ
પાણી

રીતઃ
1. સૌ પહેલાં તપેલીમાં બેસન, સોજી તથા પાણી નાખીને ખીરું બનાવી લો.
2. પાણી થોડું-થોડુ નાખવું. ખીરું એકદમ પાતળું કે જાડું ના બનાવો.
3. ખીરામાં મીઠું, લાલ મરચું, લીલું મરચું, ડુંગળી, કોથમીર, લસણ, આદુંની પેસ્ટ નાખીને બરોબર મિક્સ કરો.
4. હવે મીડિયમ આંચ પર નોન સ્ટીક તવી અથવા તો સાદી તવી ગરમ કરવા મૂકો
5. તવી ગરમ થાય એટલે થોડું તેલ નાખીને ચારેબાજુ ફેરવી દો
6. ત્યારબાદ બેસનનું ખીરું લઈને તવી પર નાખો અને તેને ચમચા કે તાવેથાથી ગોળાકાર કરો. કિનારીઓએ થોડું તેલ નાખો.
7. નીચેનો ભાગ બ્રાઉન રંગનો થાય એટલે ઉથલાવી દો. ધ્યાન રાખો કે ઉથલાવતી વખતે ચીલા તૂટી ના જાય.
8. બીજી સાઈડ બ્રાઉન રંગની થાય એટલે નીચે ઉતારી દો.
9. ગરમા ગરમ ચીલા દહીં, અથાણું, કેચઅપ કે પછી ચા સાથે સર્વ કરો.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page