Sunday, April 14, 2024
Google search engine
HomeSportsરાજકોટની આ હાઈફાઈ હોટેલમાં છે ટીમ ઈન્ડિયાનો ઉતારો, જુઓ હોટેલની અંદરની તસવીરો

રાજકોટની આ હાઈફાઈ હોટેલમાં છે ટીમ ઈન્ડિયાનો ઉતારો, જુઓ હોટેલની અંદરની તસવીરો

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે એટલે મેચ આજે રમાવાની છે. આ પહેલા ભારત અને શ્રીલંકા બન્ને દેશના ખેલાડીઓનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ચાહકોએ ચીચીયારી કરીને ખેલાડીઓનું ચિયર-અપ કર્યું હતું. ટીમ ઇન્ડિયાનું કાલાવડ રોડ પર આવેલી લક્ઝુરિયસ સયાજી હોટલમાં રેડ કાર્પેટમાં ગરબા સાથે અને ફ્યુઝન-મેસઅપથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હોટલ સ્ટાફ તરફથી ખેલાડીઓને કુમકુમ તિલક કરી, ફૂલનો હાર પહેરાવી અને બૂકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયા જે લક્ઝુરિયસ હોટલમાં રોકાઈ છે તે હોટલની અંદર તમે ઘરે બેઠા-બેઠા એક લટાર મારો.

ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, અને સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેપટન હાર્દિક પંડ્યા હોટલના રૂમ નંબર 803માં રોકાશે જે રૂમ રોયલ રજવાડી થીમ પર સજવામાં આવેલ છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની વિશિષ્ટતાની વાત કરીએ તો, તેમાં 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 6 તારીખના રોજ ડિનર અને 7 તારીખના રોજ લંચમાં અવનવી વાનગીઓ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે.

ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં લાઈવ મેસુબ અને અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચૂક્યા છે, તેમને ખાસ ગુજરાતી ખીચડી કઢી પસંદ છે માટે આ વખતે પણ તેમના માટે ખાસ ખીચડી કઢી તૈયાર કરવામાં આવશે.

રાજકોટની સયાજી હોટલમાં ભારતની ટીમ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કાઠીયાવાડી ગરબાથી ટીમોનું સ્વાગત થશે. બન્ને ટીમના ખેલાડીઓ ફાફડા, ચીકી, અડદીયાનો સ્વાદ માણશે. આ ઉપરંત ભારતીય ક્રિકેટરોને કાજુ ગાઠીયાનું શાક પણ પીરસવામાં આવશે.

7 જાન્યુઆરીએ ટી 20 ક્રિકેટ મેચને લઈ ક્રિકેટ રસીકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રૂમની અંદર ક્રિકેટરો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હાર્દિક પડ્યા માટે પ્રેસિડેન્સિય રૂમ રાખવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page