Sunday, May 19, 2024
Google search engine
HomeNationalઅહીંના ખેડૂતો ખેતરમાં દારૂનો કરે છે છંટકાવ, ઉપ્તાદનમાં થયો બમ્પર વધારો

અહીંના ખેડૂતો ખેતરમાં દારૂનો કરે છે છંટકાવ, ઉપ્તાદનમાં થયો બમ્પર વધારો

ઉત્તર પ્રદેશમાં હાલ ઠંડીનું પ્રમાણે બહુ છે. ઈટાવા જિલ્લામાં 3થી 5 ડિગ્રીની વચ્ચે તાપમાન છે. જેનાથી પાકને નુકશાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો બટાકા, રાયડો અને ઘઉંની ખેતીને લઈને ચિંતામાં છે.

ખેડૂતોની આ પરેશાનીની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડૂત બટાકાની ખેતીને રોગથી બચાવવાની સાથે ઉત્પાદનમાં વધારો કરવા માટે દેશી દારૂનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. ખેડૂત બટાકાની ખેતીમાં દેસી દારૂને પાણીમાં મિક્સ કરી છાંટે છે. ખેડૂતોનું એવું માનવું છે કે, આ ઉપાયથી પાક પર આવતાં રોગોથી છુટકારો મળે છે. આ સાથે બટાકાની સાઈઝ મોટી થાય છે અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે.

કૃષિ ડાયરેક્ટર આર એન સિંહનું કહેવું છે કે, પાક પર દારૂનો ઉપયોગ ઘાતક થઈ શકે છે. તેનાથી પાકને નુકશાન થાય છે અને ઉત્પાદન બાદ બટાકા ખાવા હાનિકારક સાબિત થઈ શકે છે. ખેડૂતોને પાકમાં દારૂના ઉપયોગથી બચવું જોઈએ.

કૃષિ ડાયરેક્ટરે કહ્યું કે, આ વિસ્તારમાં ઘઉં, રાયડો અને બટાકાની ખેતીમાં સારું ઉત્પાદન મળે છે. ઠંડી હોવાથી ઘઉં માટે લાભદાયક હોય છે. ઠંડી વધારે પડવાથી ઘઉંના ઉત્પાદનમાં વધારો થાય છે. બટાકાની ખેતીમાં આવતાં રોગથી બચવા માટે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. રાયડામાં જીતાવ આવી શકે છે. જેનાથી રક્ષણ મેળવવા માટે સાદી દવાનો ઉપયોગ કરવો જોઈએ.

બટાકાની ખેતીમાં આવી રહેલા રોગથી બચવા માટે ડાઈથિંગ એમ-45ને છાંટવી જોઈએ. આ વાત ખેડૂતો પણ સારી રીતે જાણે છે. ખેતીમાં ઉત્પાદન વધારવા માટે દારૂનો ઉપયોગ કરવો તે ઘાતક થઈ શકે છે. ખેડૂતોને અનુરોધ છે કે આવું બિલકુલ કરશો નહીં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page