Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratત્રણ સંતાનની માતા ડ્રાઈવર સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, ડ્રાઈવર ભાગીને સ્કૂલમાં સંતાઈ...

ત્રણ સંતાનની માતા ડ્રાઈવર સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, ડ્રાઈવર ભાગીને સ્કૂલમાં સંતાઈ ગયો અને પછી…

કપરાડા તાલુકામાં સનસનીખેજ મચાવતી ઘટના પ્રકાશમાં આવી છે. મોટીપલસાણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોને વાનમાં લાવવા લઇ જવાની વર્દી કરતા ડ્રાયવરે ત્રણ સંતાનની માતા ને વિશ્વાસમાં લઇ રંગરેલીયા મનાવતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો, જેને મહિલાના પતિ અને ગ્રામજનોએ મેથિપાક આપી પોલીસને સોપ્યો હતો.

મોટીપલસાણ ગામમાં ઘણા સમયથી ઈકો વાનથી પ્રાથમિક શાળાની શિક્ષકોને ઘરેથી લાવવા લઇ જવાની વર્દી કરતા ડ્રાયવર અજિત ઠાકોરે ત્રણ સંતાનની માતાને પોતાના મોહજાળમાં ફસાવી ગુરૂવારે બપોરે કરજલી ફળીયામાં અન્યના લઈ જઈ રંગરેલીયા મનાવતો હતો પરંતુ ફળીયામાં રહેતા લોકોએ મહિલાના પતિને જાણ કરતા તેઓ સ્થળ ઉપર ધસી જઇ બંધ ઘરમાં પ્રવેશ કરીને જોતા બંને કઢંગી હાલતમાં પકડાઈ ગયા હતા. જોકે ડ્રાયવર મેથી પાક પડે તે પહેલાં સ્થળ ઉપરથી ભાગીને ચાલુ સ્કૂલમાં ભરાઈ ગયો હતો.

ગામના આગેવાનો અને મહિલાના પતિએ ડ્રાયવરને શાળાના કંપાઉન્ડમાંથી બહાર કાંઢી મેથીપાક આપ્યો હતો. ડ્રાયવર ગ્રામજનોના આક્રોશનો ભોગ બને તે પહલાં કપરાડા પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કોઇએ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને ડ્રાયવર અજિતને ઊંચકી જઇ કસ્ટડીમાં સળિયા પાછળ ધકેલી દીધો હતો. જોકે આ ઘટના આરોપીના સંબંધી દ્વારા મહિલાના પતિ સાથે અંતે મામલો રફેદફે કરીને આરોપીને બચાવી લીધો હોવાનું જાણવા મળે છે.

પીએસઆઈ એચ.પી.ગામીતે જણાવ્યું કે, આ ઘટનામાં જે થયું છે તે બંનેની મરજીથી થયું હોય અને મહિલાના પતિએ અરજી આપી છે એ લોકો સમાધાન માટે બેસવાના છે જેથી કોઈ ગુનો બનતો નથી. માટે કાયદેસરની કાર્યવાહી કરવાની બનતી જ નથી.

તમામ તસવીરો પ્રતિકાત્મક

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page