Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratગાંધીનગરમાં મોર્ડન રેલ્વે સ્ટેશન અને 318 રૂમની હોટેલ, ફેસિલીટી જોઈને આંખો પહોળી...

ગાંધીનગરમાં મોર્ડન રેલ્વે સ્ટેશન અને 318 રૂમની હોટેલ, ફેસિલીટી જોઈને આંખો પહોળી થઈ જશે

આપણા ગુજરાતના ગાંધીનગરમાં જેવું રેલ્વે સ્ટેશન બન્યું છે, એવું અત્યાર સુધી દેશમાં ક્યાંય બન્યું નથી. ફોરેનના રેલ્વે સ્ટેશનને ટક્કર મારે એવી ફેસિલિટી ગાંધીનગરના આ રેલ્વે સ્ટેશન પર છે. સ્ટેશન પર અલગથી પ્રાર્થના રૂમ અને બેબી ફિડિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

મોર્ડન ફેસિલિટી ઉપરાંત પ્રાથમિક સારવાર માટે એક નાની હોસ્પિટલ પણ બનાવવામાંઆવી છે. સૌથી ખાસ વાત એ છે કે આ રેલ્વે સ્ટેશન ફાઈવ સ્ટાર હોટેલની નીચે બનાવવામાં આવ્યું છે.

રેલવે અને ગુજરાત સરકારે સંયુક્ત રીતે 550 કરોડથી વધુના ખર્ચે સ્ટેશન ઉપર 60 ફૂટની ઊંચાઈ ધરાવતી 10 માળની ફાઇવસ્ટાર હોટેલ તૈયાર કરી છે.

ફેમસ કેનેડિયન વૂડના ઇન્ટીરિયર, ઇટાલિયન માર્બલ્સ અને 1-1 કરોડના ખર્ચે મગાવેલા આકર્ષક ઝુમ્મર ધરાવતી આ હોટેલ-સ્ટેશન પર ગુજરાતની હેરિટેજ થીમ દર્શાવી છે.

318 રૂમ ધરાવતી આ હોટેલ અને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 18 જુલાઈના રોજ ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યાર બાદ પહેલી ઓગસ્ટથી હોટેલ જનતા માટે ખુલ્લી મુકાશે.

હોટેલમાં સાદા રૂમ, ડિલક્સ રૂમ, લક્ઝરી રૂમ, રોયલ સ્યુટ, ક્લબ રૂમ, પ્રેસિડેન્શિયલ સ્યુટ, 300 લોકોની ક્ષમતાવાળો કોન્ફરન્સ હોલ, બે રેસ્ટોરાં, ફુલ સર્વિસ સ્પાની સુવિધા છે. આ ઉપરાંત અહીં આઉટડોર પૂલ, સેફ ડિપોઝિટ બોક્સ, કોફી શોપ, બ્રેકફાસ્ટ સર્વિસ, ડોક્ટર ઓન કોલ, સીસીટીવી સાથે સિક્યોરિટી, બ્યુટી પાર્લર, કરન્સી એક્સચેન્જ સહિતની સુવિધાઓ પણ હશે.

સ્ટેશનની અંદર બનાવવામાં આવેલા ગેટની મદદથી યાત્રિક ટ્રેનથી ઉતરીને સીધો હોટેલમાં પહોંચી શકશે. ફાઈવ સ્ટાર બિલ્ડિંગની નીચે મેઈન ગેઈટ પાસે ટિકિટ વિન્ડો પાસે લિફ્ટ અને એસ્કલેટર ફીટ કરવામાં આવ્યું છે. જેથી લોકોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page