Sunday, April 14, 2024
Google search engine
HomeNationalકોન્સ્ટેબલ અને પોલીસ અધિકારી વચ્ચે હતા સમલૈંગિક રિલેશન, એકબીજાને કરતાં ન્યૂડ કોલ

કોન્સ્ટેબલ અને પોલીસ અધિકારી વચ્ચે હતા સમલૈંગિક રિલેશન, એકબીજાને કરતાં ન્યૂડ કોલ

એક પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચે સમલૈંગિક સંબંધોનો ખુલાસો થયો છે. આ મામલો SP સુધી પહોંચતા તે પણ ચોંકી ગયા હતા. કોન્સ્ટેબલ જે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઓફિસર સાથે રિલેશનમાં હતો તેને જ બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. તેણે પોલીસ અધિકારી પાસેથી અંદાજે અઢી લાખ રૂપિયા પડાવી લીધા હતા. ધીમે ધીમે તેની લાલચ વધતી ગઈ હતી. તેણે 5 લાખ રૂપિયા અને કારની ડિમાન્ડ કરી હતી. કોન્સ્ટેબલ પાસે ન્યૂડ વીડિયો ચેટથી લઈને બંને વચ્ચે થયેલા શારીરિક સંબંધો સુધીના વીડિયો હતો. અંતે પોલીસ અધિકારીએ આની ફરિયાદ SPને કરી હતી. SPએ એક્શન લઈને પોલીસ અધિકારને સસ્પેન્ડ કરી લીધા હતા. જ્યારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તેની ધરપકડ કરી હતી.

ફેસબૂક પર દોસ્તી અને પછી સમલૈંગિક સંબંધો બંધાયા
આ મામલો રાજસ્થાનના નાગૌરનો છે. SP રામમૂર્તિ જોષીએ જણાવ્યું હતું કે નાગૌર સ્થિત એક પોલીસ સ્ટેશનના 57 વર્ષીય અધિકારી અને 32 વર્ષીય કોન્સ્ટેબલ પ્રદીપ બાજ્યા વચ્ચે અંદાજે 8 મહિના પહેલા ફેસબૂક પર દોસ્તી થઈ હતી. બંને વચ્ચે નિકટતા વધી ગઈ હતી. બંને વચ્ચે અશ્લીલ ચેટિંગ થવા લાગી. બંને વચ્ચે અનેક વખત સમલૈંગિક સંબંધો બંધાયા હતા. એટલું જ નહીં બંને વચ્ચે રોજ ફોન સેક્સથી લઈને ન્યૂડ કોલિંગ પણ થતા હતા. બીજી તરફ પોલીસ અધિકારીને ખબર નહોતી કે કોન્સ્ટેબલ પ્રદીપ બાજ્યા તેની આ બધી હરકતો રેકોર્ડ કરી રહ્યો હતો. ત્યાર બાદ તે પોલીસે અધિકારીને તેનો હથિયાર તરીકે યુઝ કરીને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો.

8 મહિનાથી ચાલતો હતો ખેલ
ઞતપાસમાં સામે આવ્યું છે કે બંને વચ્ચે આ ખેલ છેલ્લા 8 મહિનાથી ચાલતો હતો. કોન્સ્ટેબલના મોબાઈલમાં બંનેની હરકતોના વીડિયો સેવ હતા. તે બ્લેકમેઈલ કરીને પોલીસ અધિકારી પાસેથી અઢી લાખ રૂપિયા પડાવી ચૂક્યો હતો. હવે તે પાંચ લાખ રૂપિયા અને કાર માંગી રહ્યો હતો.

SP રામમૂર્તિ જોષીએ કહ્યું કે ફરિયાદ બાદ તપાસમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસ ઉચ્ચ પોલીસ અધિકારી વિનોદ કુમાર સીપાને સોંપવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page