જન્મ પહેલાં જ શહીદ થયા’તાં પિતા, 1 વર્ષીય દીકરી પ્રતિમાને વળગીને કાલી-ઘેલી ભાષામાં બોલી, પપ્પા

Featured National

રાયપુરઃ છત્તીસગઢના કોરબા જિલ્લામાં શહીદની સવા વર્ષીય દીકરીની તસવીરો વાયરલ થઈ છે. નાનકડી દીકરી પિતાની પ્રતિમાને વળગી પડી હતી, જેણે ક્યારેય પોતાના પિતાને જોયા નહોતાં. તે કાલી-ઘેલી ભાષામાં પિતાને જૈ-જૈ કર્યું હતું. આ તસવીરો નક્સલીઓ સામે લડતા બે વર્ષ પહેલાં શહીદ થયેલા એસઆઈ મૂલચંદ કંવરની દીકરીની છે. 13 ડિસેમ્બરે મૂલચંદનો જન્મદિવસ હતો. પરિવાર જન્મદિવસ મનાવવા માટે તેમના સ્મારકે આવ્યો હતો. પિતાની પ્રતિમા સાથે વાત કરતી દીકરીને જોઈને ત્યાં હાજર રહેલી તમામની આંખો ભીની થઈ ગઈ હતી.

પિતાની પ્રતિમા સાથે રમતી રહી દીકરીઃ શહીદની દીકરી વનિયા પિતાની પ્રતિમાની નિકટ ગઈ હતી. તેણે પ્રતિમાને ગળે લગાવી અને કાલી-ઘેલી ભાષામાં વાત કરવા લાગી હતી.

પરિવારે કહ્યું હતું કે બાળકીએ પિતાનો ચહેરો જોયો નથી. જ્યારે તે ગર્ભમાં હતી ત્યારે પિતા શહીદ થઈ ગયા હતાં. બાળકીએ જ્યારે સંબંધીઓને ઓળખવાન શરૂઆત કરી ત્યારે તેને સ્વ.પિતાની તસવીર બતાવવામાં આવી હતી. એટલે જ જ્યારે તે પિતાની પ્રતિમા પાસે ગઈ એટલે તરત જ પિતાને ઓળખી ગઈ હતી અને રમવા લાગી હતી. નાનકડી વનિયાએ પિતાને બુંદીનો લાડવો ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો . ત્યારબાદ પિતાની પ્રતિમાને ગળે વળગીને જૈ-જૈ પણ બોલી હતી અને પછી પપ્પા પપ્પા એમ બોલી હતી.

જાન્યુઆરી 2018મા શહીદ થયા હતાં ઉરગાના ઘનાડબરી ગામમાં રહેતા મૂલચંદ 12 ઓગસ્ટ, 2013મા પોલીસ વિભાગમાં સબ ઈન્સ્પેક્ટર બન્યા હતાં. ટ્રેનિંગ પછી તેમનું પોસ્ટિંગ નારાયણપુર જિલ્લામાં થયું હતું. અહીંયા તેઓ અવાર-નવાર નક્સલીઓ સામે લડતા હતાં. તેમનું નામ આઉટ ઓફ ટર્ન પ્રમોશન માટે મોકલવામાં આવ્યું હતું. જોકે, એ પહેલાં જ 24 જાન્યુઆરી 2018ના રોજ અબુઝમાડ વિસ્તારમાં નક્સલીઓ સામે લડતા ગોળી વાગવાથી શહીદ થયા હતાં.

લગ્નને એક જ વર્ષ થયું હતુંઃ એસઆઈ મૂલચંદના લગ્ન એપ્રિલ, 2017મા ઈંદ્રપ્રભા સાથે થયા હતાં. ઈંદ્રપ્રભા પ્રોફેસર છે. મૂલચંદ શહીદ થયા ત્યારે ઈંદ્રપ્રભા પ્રેગ્નન્ટ હતાં અને પતિના નિધનના આઠ મહિના બાદ 3 સપ્ટેમ્બર, 2018ના રોજ દીકરી વનિયાનો જન્મ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *