Sunday, April 14, 2024
Google search engine
HomeNationalખુલ્લી જીપમાં દુલ્હન પરણવા નીકળી, રસ્તા પર જોતા રહી ગયા શહેરના લોકો

ખુલ્લી જીપમાં દુલ્હન પરણવા નીકળી, રસ્તા પર જોતા રહી ગયા શહેરના લોકો

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક દુલ્હનની જાન નિકળી હતી જેને સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી હતી. આ જાનનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જોકે બૈરાગઢ વસ્તીની રહેવાસી દુલ્હન ભાવનાએ કહ્યું કે, તે લગ્ન ત્યારે કરશે જ્યારે દુલ્હાની જેમ તેની પણ જાન નીકળે. ત્યાર બાદ ભોપાલના રસ્તાઓ પર દુલ્હને પોતાની જાન કાઢી હતી.

પરંતુ દુલ્હનના પિતા પોતાની પુત્રીની જાન કાઢવાની ના પાડતાં હતાં. પિતાને ડર હતો કે, તેમના સંબંધી અને સમાજના લોકો કેવી પ્રતિક્રિયા આપશે પરંતુ દુલ્હન ભાવનાએ નક્કી જ કરી રાખ્યું હતું કે, જો તેની જાન નહીં નીકળે તો તે લગ્ન કરશે નહીં. ત્યાર બાદ દુલ્હન ભાવનાની જાન નીકળી હતી.

લોકપ્રિય હિંદી ફિલ્મ તરફ ઈશારો કરતાં ભાવનાએ કહ્યું કે, મેં મારા પિતાએ કહ્યું હતું કે, જો મારી દુલ્હાની જેમ જાન નહીં નીકળી તો હું લગ્ન કરીશ નહીં. આ માટે તેઓ માની ગયા હતાં અને મને નથી લાગતું કે ભોપાલમાં આ રીતે કોઈ છોકરીએ લગ્ન કર્યાં હોય.

સંબંધીઓ અને સમાજના લોકોની સાથે ભાવનાએ સમગ્ર વિસ્તારમાં જાન કાઢી હતી. જ્યારે જાન બૈરાગઢ માર્કેટ આગળ પહોંચ્યા બાદ ભાવના એક ખુલ્લી જીપ્સીમાં સવાર થઈ ગઈ હતી અને લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતો પર ડાંસ કવા લાગી હતી. ભાવનાની જાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page