Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Right‘વાયુ’ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

‘વાયુ’ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

અમદાવાદ: ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારથી દૂર ગયેલું ‘વાયુ’ વાવાઝોડું હજુ ટળ્યું નથી. કચ્છ જિલ્લાના કાંઠાના વિસ્તારમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જોકે ‘વાયુ’ વાવાઝોડું નબળું પડશે જેના કારણે આગામી 17મી જૂન સુધી કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ‘વાયુ’ વાવાઝોડાના કારણે આગામી 17મી જૂન સુધી કચ્છમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ‘વાયુ’ વાવાઝોડું પોરબંદરથી અંદાજે 240 કિમી દૂર છે. હવે આ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે જોકે 17મી સાંજ સુધી વાવાઝોડાના કારણે કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 18મી જૂને આ ડિપ ડિપ્રેશન ગુજરાતના ઉપર ભાગેથી પસાર થશે જેના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page