Sunday, April 14, 2024
Google search engine
HomeNationalપિતાએ ભાઈઓ સાથે મળીને કરી દીકરીની ઘાતકી હત્યા, માતા કરગરતી રહી

પિતાએ ભાઈઓ સાથે મળીને કરી દીકરીની ઘાતકી હત્યા, માતા કરગરતી રહી

બિહારના ગોપાલગંજમાં હચમચાવતી ઘટના સામે આવી છે. પોતાની પસંદગીવાળા છોકરા સાથે લગ્ન કરવાની જીદ પર પરિવારે પોતાની પુત્રીને ખૌફનાક મોત આપ્યું હતું. મોટા બાપા અને કાકાએ હાથ-પગ પકડ્યાં અને પિતાએ શાકભાજી કાપવાના ચપ્પાથી પોતાની પુત્રીનું ગળું કાપી નાખ્યું. માં બચાવવા માટે બૂમો પાડતી રહી પરંતુ હત્યારાઓનું દિલ પિગળ્યું નહીં. તેમણે માતાને પણ મારી હતી. ઓનર કિલિંગ બાદ પુત્રીનો મૃતદેહ ઘરની પાસે ખેતરમાં ફેંકીને ત્રણેય ફરાર થઈ ગયા હતાં. હવે પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીને શોધખોળ કરી રહી છે.

ઓનર કિલિંગની આ ઘટના ગોપાલગંજના કોટવા ગામની છે. માતા કલાવતી દેવીએ જણાવ્યું કે, પુત્રી કિરણ મશાનથાના ગામના એક યુવકને પ્રેમ કરતી હતી. તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. છોકરો પણ લગ્ન કરવા માટે તૈયાર હતો. પરંતુ કિરણના પિતા ઈંદ્રદેવ રામ તેના લગ્ન બીજે ક્યાંક કરવા માંગતા હતાં.

માતાએ જણાવ્યું કે, કિરણે પોતાના પસંદગી છોકરા સાથે લગ્ન કરવાની વાત કરી. પરિવારને તે છોકરો પસંદ નહતો અને પરિવાર તેની વિરૂદ્ધ થઈ ગયો હતો. રવિવાર રાતે તેના પિતા તેના કારા અને મોટા બાપુ ઘરે પહોંચ્યા હતાં. બધાં તેને મારવા લાગ્યા હતાં. પુત્રીને બચાવવા વચ્ચે પડતાં મને પણ ફટકારી હતી.

કિરણ પોતાનો જીવ બચાવવા માટે ભાગતી રહી. મતા પુત્રીની જાનની ભીખ માગતી હતી પરંતુ આરોપીઓનું દિલ પિગળ્યું નહીં. કારા અમરદેવ રામ અને મોટા પપ્પા આરાજ્ઞા રામે હાથ-પગ પકડ્યા હતાં અને પિતાએ છરીથી ગળું કાપી નાખ્યું અને ઘટના સ્થળે જ તડફળિયા મારીને પુત્રીએ દમ તોડ્યો હતો. આરોપીઓ મૃતદેહને લઈને ઘરની પાસેના ખેતરમાં ફેંકીના ફરાર થઈ ગયા હતાં.

ઓનર કિલિંગની સૂચના પર સોમવારે સવારે પોલીસ ગામમાં પહોંચી હતી. માતાના નિવેદન નોંધ્યું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી સંજીવ કુમારે તપાસ કર્યા બાદ આરોપીઓની ધરપકડ કરવાની વાત કરી હતી.

સંજીવ કુમારે જણાવ્યું કે, જાણ થતાં જ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ તપાસમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં આવશે. છોકરી પોતાના પસંદગી છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી અને તેના પરિવારજનો તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવવા માંગતા હતાં. આ વિવાદને લઈને તેની હત્યા કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page