Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodચિંકી-મિંકી જોઈને કપિલ શર્મા પણ થયો કન્ફ્યૂઝ? જાણો કોણ છે ટ્વિન્સ સિસ્ટર્સ

ચિંકી-મિંકી જોઈને કપિલ શર્મા પણ થયો કન્ફ્યૂઝ? જાણો કોણ છે ટ્વિન્સ સિસ્ટર્સ

મુંબઈઃ ‘ધ કપિલ શર્મા શો’નું દરેક પાત્ર ચાહકોમાં લોકપ્રિય છે, પછી તે સપના હોય કે ચંદુચાવાળો. કપિલ શર્માના પણ અલગ-અલગ પાત્રો ચાહકોને પસંદ છે. હાલમાં જ શોમાં બે નવી છોકરીઓની એન્ટ્રી થઈ છે, જેનું શોમાં નામ ચિંકી અને મિંકી છે. આ બંને થોડીક જ મિનિટ્સ માટે શોમાં આવી હતી પરંતુ બંનેએ ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

પહેલાં જ દિવસે ચિંકી તથા મિંકીને શોમાં જજ અર્ચના પૂરણ સિંહે સ્ટેન્ડિંગ ઓવિએશન આપ્યું હતું.
ચિંકી તથા મિંકી શોમાં આવ્યા પછી સવાલ છે કે આ બંને કોણ છે? ચિંકી તથા મિંકીનું સાચું નામ સુરભી તથા સમુદ્ધિ મહેરા છે. બંને ટિક ટોકની લોકપ્રિય સ્ટાર છે.
રિપોર્ટ્સ પ્રમાણે, દિલ્હીમાં રહેતી આ બંને ટ્વિન્સ બહેનો પોતાની સ્ટાઈલ તથા ફેશન માટે સોશિયલ મીડિયામાં જાણીતી છે.
કપિલ શર્માના શોમાં આવ્યા પહેલાં બંનેએ અનેક બિગ બ્રાન્ડ માટે મોડલિંગ પણ કર્યું છે. સુરભી તથા સમુદ્ધિ એક જેવી જ લાગે છે. બંને પોતાની હેર સ્ટાઈલ તથા ગેટઅપ પણ એકબીજા સાથે મેચિંગ રાખે છે.
1998માં દિલ્હીમાં જન્મેલી આ બંને બહેનોને લઈ વધુ માહિતી નથી પરંતુ કપિલના શો બાદ બંનેના ચાહકોમાં ઘણો જ વધારો થયો છે.
RELATED ARTICLES

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page