Tuesday, April 16, 2024
Google search engine
HomeRecipeઘરે જ બનાવો અસ્સલ વરાની દાળ, સુગંધ એવી કે ખાવાનું મન થઈ...

ઘરે જ બનાવો અસ્સલ વરાની દાળ, સુગંધ એવી કે ખાવાનું મન થઈ ઉઠશે એ નક્કી!

અમદાવાદઃ ઘરે બનાવેલી તુવેરની દાળ એટલી ટેસ્ટી નથી લાગતી જેટલી લગ્નપ્રસંગમાં કે પછી બહાર ગયા હોય તે તુવેરની દાળ લાગે છે. સામાન્ય રીતે લગ્નપ્રસંગની દાળને વરાની દાળ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ટેસ્ટ એકદમ જ અલગ હોય છે. આ દાળ પીવાની કંઈક અલગ જ મજા છે. તો આજે અમે તમને શીખવીશું, ઘરે કેવી રીતે બનાવી શકાય વરાની દાળ?

સામ્રગીઃ
2 કપ તુવરેની દાળ
3 ચમચી આદું-મરચાની પેસ્ટ
1 લીંબુ
2 ટામેટા
1 નાની ચમચી રાઈ
1/2 નાની ચમચી મેથી
હિંગ (ચપટી)
2-3 સૂકા લાલ મરચાં
ગોળ (સ્વાદ પ્રમાણે)
1 નાની ચમચી લાલ મરચું
1/4 નાની ચમચી હળદર
1 નાની ચમચી ધાણાજીરું
8-9 દાણા કાચી સિંગ
1 નાની ચમચી ગરમ મસાલો
તેલ

રીતઃ
1. સૌ પહેલાં તુવેરની દાળને અડધો કલાક પલાળીને રાખો.
2. ત્યારબાદ પ્રેશર કૂકરમાં ત્રણ સિટી વગાડીને બાફી લો.
3. દાળ બફાઈ જાય એટલે તેમાં જરૂર પ્રમાણેનું પાણી નાખીને વલોઈથી એકરસ કરો. (હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ ના કરવો)
4. હવે, આ દાળમાં તમામ મસાલા, લીંબુનો રસ, ટામેટા, આદુ, ગોળ, સિંગદાણા સહિતની સામ્રગી નાખીને મધ્યમ આંચમાં 15-20 મિનિટ સુધી ઉકાળો.
5. દાળ ઉકળી જાય એટલે આંચ બંધ કરો.
6. વઘારિયામાં તેલ ગરમ મૂકીને રાઈ-જીરા, સૂકા લીલા મરચા, લીમડો નાખીને વઘાર કરો.
7. આ વઘાર દાળ પર રેડીને ઢાંકણું બંધ કરી દો.
8 જ્યારે પણ જમવા બેસો ત્યારે પાંચ મિનિટ દાળ ગરમ કરીને સર્વ કરો.

નોંધઃ જો તમારે વધારે ખાટી દાળ કરવી હોય તો આંબલી પણ નાખી શકાય.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page