Sunday, April 14, 2024
Google search engine
HomeInternationalકોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જશે તો શરીરમાં મળે છે આ ખાસ સંકેતો, જો...

કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જશે તો શરીરમાં મળે છે આ ખાસ સંકેતો, જો ઈગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારીઓ

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું એ એક ગંભીર સમસ્યા બની રહી છે. જેના કારણે હૃદય રોગ, સ્ટ્રોક અને ગંભીર તબીબી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. ઘણા લોકોને શરૂઆતમાં કોલેસ્ટ્રોલ વધવાનો અહેસાસ પણ નથી થતો કે તેમને આ સમસ્યા થઈ ગઈ છે. એટલા માટે કોલેસ્ટ્રોલના સંકેતો અને લક્ષણો વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાઇ કોલેસ્ટ્રોલ વધવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે, નબળી જીવનશૈલી અને અન્ય તબીબી પરિબળો, પરંતુ તે ઘણીવાર ખરાબ ડાયટ અને એક્સરસાઇઝના અભાવને કારણે હોય છે. અહીં પાંચ સંકેતો જણાવવામાં આવ્યા છે જે તમને હાઈ કોલેસ્ટ્રોલના જોખમ વિશે જણાવે છે.

હાઈ કોલેસ્ટ્રોલની ફેમિલી હિસ્ટ્રી
જો તમારા માતા-પિતા અથવા નજીકના સંબંધીઓને હાઈ કોલેસ્ટ્રોલનો ઇતિહાસ હોય, તો તમને પણ તે થાય તેવી શક્યતા રહે છે. હાઈ કોલેસ્ટ્રોલના વિકાસમાં આનુવંશિકતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી તમારા કુટુંબના ઇતિહાસનું ધ્યાન રાખવું અને તમારા કોલેસ્ટ્રોલને વધતા રોકવા અથવા કંટ્રોલ કરવા માટે યોગ્ય પગલા લેવા મહત્વપૂર્ણ છે.

તમે હેલ્ધી ડાયટ લો છો કે નહીં
જો તમે હાઈ ફેટ ડાયટ લો છો, તો હાઈ કોલેસ્ટ્રોલ થવાનું જોખમ વધી જાય છે. પ્રોસેસ્ડ મીટ, તળેલા ખોરાક અને વધુ ફેટવાળા ખોરાક જેવા ખોરાક ખાવાથી તમારા લોહીના પ્રવાહમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું સ્તર વધી શકે છે.

તમે ફિઝિકલી એક્ટિવ નથી
જે લોકો નિયમિત કસરત કરે છે, તેમનું ખરાબ કોલેસ્ટ્રોલ સારા કોલેસ્ટ્રોલમાં ફેરવાઈ જાય છે. જો તમે નિયમિત કસરત ન કરતા હોવ તો તમારું ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે.

ધૂમ્રપાન કરો છો
જ્યારે તમારા સ્વાસ્થ્યની વાત આવે ત્યારે સિગારેટ પીવી એ સૌથી ખરાબ ટેવ છે. આ તમારું ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધારે છે અને તમારા સારા કોલેસ્ટ્રોલ (HDL)ને ઘટાડે છે, જેનાથી તમારા હૃદય રોગ અને હાઈ કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી અન્ય ગંભીર તબીબી સ્થિતિઓ થવાનું જોખમ વધે છે.

તમે મેદસ્વી છો
વધારે વજન અથવા મેદસ્વી હોવાને કારણે તમારા હૃદય પર વધારાનો તાણ આવે છે અને તમારા ઉચ્ચ કોલેસ્ટ્રોલ તેમજ ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી અન્ય ગંભીર બીમારીઓનું જોખમ વધે છે. ખોરાક અને એક્સરસાઇઝ દ્વારા વજન ઘટાડવાથી તમારા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ના સ્તરને ઘટાડવામાં અને સ્વાસ્થ્ય સુધારવામાં મદદ મળી શકે છે.

તમારા ડૉક્ટર જીવનશૈલીમાં કેટલાક ફેરફારોની ભલામણ કરી શકે છે જેમ કે હેલ્ધી ડાયટ લો, નિયમિતપણે એક્સરસાઇઝ કરો અને ધૂમ્રપાન છોડો. જો જરૂરી હોય તો, તેઓ તમારા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) સ્તરને ઘટાડવા માટે દવા લેવાની ભલામણ પણ કરી શકે છે. તેમની ભલામણોનું પાલન કરવું અને હાઈ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા અથવા રોકવા માટે કોઈપણ જરૂરી ફેરફારો કરવા મહત્વપૂર્ણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page