Tuesday, April 16, 2024
Google search engine
HomeInternationalમોદી સાથે મીટિંગ કરી રહ્યા હતા જર્મનીના ચાન્ચલર એન્જેલા મર્કેલ, અચાનક આપ્યું...

મોદી સાથે મીટિંગ કરી રહ્યા હતા જર્મનીના ચાન્ચલર એન્જેલા મર્કેલ, અચાનક આપ્યું આવું રીએક્શન

ટોકિયો: જાપાનના ઓસાકામાં ચાલી રહેલા જી-20 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જ્યારે કેમેરાઓને જર્મન ચાન્સલર એન્જેલાએ જોયા તો તેમણે ચોંકી ગયાનું રીએક્શન આપ્યું હતું, ત્યાર બાદ તેમણે અચાનક કેમેરા તરફથી નજર ફેરવી લીધી હતી.

એન્જલ મર્કેલ પીએમ મોદી સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે જ્યારે કેમેરાઓને અચાનક જોયા તો ચોંકી ગયાનું રીએક્શન આપ્યું હતું. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ કેમ આવું રીએક્શન આપવા મજબૂર થયા હતા. એન્જેલા મર્કેલે ચોંક્યા બાદ તરત પોતાને ઠીક કર્યા હતા અને પ્રધાનમંત્રી મોદી સાથે હસતાં હસતાં ચર્ચા કરી હતી. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથેની મુલાકાતમાં પણ એન્જેલા મર્કેલ આવું જ રીએક્શન આપ્યું હતું.

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં જર્મન ચાન્સલરના ખરાબ સ્વાસ્થ્યની ચર્ચા છે. દુનિયાની સૌથી શક્તિશાળી હસ્તીઓમાં સામે જર્મનીના ચાન્ચલર એન્જેલા મર્કેલ હાલમાં ઘણી જગ્યાએ ધ્રુજતાં જોવા મળ્યા હતા. મીડિયામાં 64 વર્ષીય એન્જેલા મર્કેલના સ્વાસ્થ્ય પર સવાપ ઉભા થઈ રહ્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page