Wednesday, April 17, 2024
Google search engine
HomeAjab Gajabફેસબુક પર ચેટિંગ કરતી વખતે યુવકનો મોબાઈલ ગરમ થઈને બ્લાસ્ટ થયો

ફેસબુક પર ચેટિંગ કરતી વખતે યુવકનો મોબાઈલ ગરમ થઈને બ્લાસ્ટ થયો

કૈથલના ભાણા ગામનો યુવક દેવેન્દ્ર જ્યારે પોતાના મોબાઈલ ફોનથી ફેસબુક પર ચેટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેનો મોબાઈલ ગરમ થવા લાગ્યો હતો. જેમ જેમ મોબાઈલ વધારે ગરમ થવા લાગ્યો તેમ તેમ મોબાઈલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યાર બાદ દેવેન્દ્રએ મોબાઈલને જમીન પર ફેંકી દીધો હતો.

નીચે ફેંકતા જ મોબાઈલ ધડાકાભેર ફાટી ગયો હતો. જોકે સદનસિબે ફોન ફાટવાને કારણે દેવેન્દ્રને કોઈ ઈજા થઈ ન હતી. જો યુવક ફોનને જમીન પર ન ફેંકતો તો તેની સાથે મોટી દુર્ઘટના ઘટી શકતી હતી.

દેવેન્દ્રએ જ્યારે કંપનીના સર્વિસ સેન્ટરમાં પહોંચીને આ અંગે વાત કરી ત્યારે તેને કહેવામાં આવ્યું કે મોબાઈલની વોરંટી પૂર્ણ થઈ ગઈ છે. આથી તેને સરખો કરવા માટે ચાર્જ ચુકવવો પડશે.

સોશિયલ મીડિયા પર કલાકો સુધી ચેટ કરતી વખતે ધ્યાન રાખવું કે તમારો ફોન જરૂર કરતાં વધારે ગરમ તો નથી થઈ રહ્યો ને? આવું થતું હોય તો ક્યારેક ક્યારેક મોટી દુર્ઘટના ઘટી શકે છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page