પુષ્ષા, ‘પુષ્ષા પુષ્પારાજ મેં ઝુકેગા નહીં સાલા’, ‘પુષ્પા નામ સુનકર ફ્લાવર સમજે ક્યાં? ફાયર હૈ મૈં’, શ્રીવલ્લી, ‘સામી સામી’ સહિતના શબ્દો અત્યારે લોકોના હોઠ પર છે. સાઉથની આ ફિલ્મ પુષ્પા ધ રાઇઝે આખા દેશમાં ધૂમ મચાવી દીધી છે.
પુષ્પા ધ રાઇઝ મૂળ તેલુગુ ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન સુકુમારે કર્યું છે. ફિલ્મમાં મેઇન રોલમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન છે. ફિલ્મના નામ પરથી જ અલ્લુ અર્જુનનું નામ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં મુખ્ય એક્ટ્રેસ તરીકે રશ્મિકા મંદાના છે.
પુષ્પા ધ રાઇઝ ફિલ્મે બોક્સ ઓફિસ પર ભલભલી બોલિવૂડ ફિલ્મોને પછાડી છે. તેના ડાયલોગ, હીરો, હીરોઇન, વિલન અને વાર્તા સહિત બધું જ સુપરહિટ થઈ ગયું છે. સીધી ભાષામાં કહીએ તો ફિલ્મે દર્શકોના દિલમાં ખાસ છાંપ ઊભી કરી દીધી છે. ફિલ્મમાં અલ્લુ અર્જુનની એક્ટિંગ પણ જોરદાર છે.
ગામની સીધી સાદી છોકરીના રોલમાં રશ્મિકાએ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મમાં વિલનનો રોલ પણ દમદાર છે. ફિલ્મમાં પહેલાં મુખ્ય રીતે ત્રણ વિલન બતાવ્યા છે. ત્રણેય ભાઈ હોય છે. કોંડા રેડ્ડી, જોલી રેડ્ડી અને જક્કા રેડ્ડી. ત્રણેય પુષ્પા સામે ટક્કર લે છે.
આ ઉપરાંત બીજા એક-બે વિલન પણ બતાવવામાં આવ્યા છે. જોકે, દરેકને પછાડીને ભંવરસિંહ રાઠોડે લોકોનું દિલ જીતી લીધું છે. જે ફિલ્મના એન્ડમાં થોડીકવાર માટે જોવા મળે છે. જોકે, છતાં પણ તેને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું છે.
ફિલ્મમાં ભંવર સિંહ શેખાવતના રોલમાં જોવા મળેલાં એક્ટરનું નામ ફહાદ ફાઝિલ છે. ફહાદ ફિલ્મમાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળ્યા છે. તેમની હરિયાણવી સ્ટાઇલ સાથે એક્ટિંગને પણ લોકોએ પસંદ કરી છે. તે ફિલ્મમાં છેલ્લી 15 મિનિટ જ જોવા મળે છે. જોકે, છતાં તે દરેક એક્ટર પણ ભારે પડે છે.
હવે ફહાદ ફાઝિલ વિશે અમે તમને જણાવીએ. ફહાદ ફાઝિલ એક શાનદાર એક્ટર છે. તે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જોકે, હવે પુષ્પા ધ રાઇઝમાં દમદાર એક્ટિંગને લીધે તે ચર્ચામાં છે. ફહાદની ઉંમર માત્ર 39 વર્ષ છે. તેમનો જન્મ કેરળના કોચીમાં ક8 ઓગસ્ટ 1982માં થયો હતો.
ફહાદ લભભગ 20 વર્ષોથી ફિલ્મી દુનિયામાં જોડાયેલાં છે. વર્ષ 2002માં તેમના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘કાયેથુમ દુરાથ’થી થઈ હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી. ફિલ્મ ફ્લોપ થતાં તેમનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો અને તે પોતાની સ્ટડી પૂરી કરવા માટે અમેરિકા જતાં રહ્યા હતાં.
અમેરિકા ગયા પછી ફહાદે એક્ટર ઇરફાન ખાનની વર્ષ 2006માં આવેલી ફિલ્મ ‘યૂં હોતા તો ક્યા હોતા’ જોઈ હતી. ફિલ્મ જોયા પછી ફહાદને ફરી એકવાર ફિલ્મમાં કામ કરવાનું મન થયું અને તે અમેરિકાથઈ પાછા ભારત આવી ગયાં હતા.
પહેલાં તો ફહાદને ઇરફાન વિશે ખબર નહોતી પણ તે પછી તેમને ખબર પડી કે, ‘યૂં હોતા તો ક્યા હોતા’ ફિલ્મમાં જોવા મળેલાં એક્ટર ઇરફાન ખાન હતાં. આ ફિલ્મ જોઈને ફહાદ તેમના ફેન થઈ ગયા હતાં.
ફહાદે આ પછી ઇરફાનની ફિલ્મ જોઈ અને ફરી ફિલ્મોમાં આવી ગયા હતાં. તો ઇરફાન ખાન એવા વ્યક્તિ હતાં જે ફહાદ ખાનને ફરી ફિલ્મોમાં પાછા લાવ્યા હતાં.
એવોર્ડ્સની વાત કરીએ તો ફહાદને વર્ષ 2018માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે અન્નાયુમ રસૂલમ, મહેશિંતે પ્રતિકારમ, થોંડીમુથલમ દ્રિકસાક્ષિયુમ, કુંબલંગી નાઇટ્સ અને સુપર ડિલક્સ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.