Friday, April 19, 2024
Google search engine
HomeGujaratPSI સાહેબ અમારા બધાં માટે ભગવાનરૂપ લઈને આવ્યા: નાની બાળકીની માતા

PSI સાહેબ અમારા બધાં માટે ભગવાનરૂપ લઈને આવ્યા: નાની બાળકીની માતા

વડોદરા: વડોદરામાં હાલ પૂરની સ્થિતિ જોવા મળી હતી ત્યારે હાલ પૂરના પાણી માંડ-માંડ ઓસરી રહ્યા છે. 20 ઈંચ વરસાદના કારણે વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતાં. મહત્વની વાત એ છે કે, પૂરની સ્થિતિની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં પોલીસ જવાન માથા પર પ્લાસ્ટિકનાં ટબમાં દોઢ મહિનાની એક બાળકીને લઈને જઈ રહ્યા હતાં. આ તસવીર બહુ જ વાયરલ થઈ હતી.

આ તસવીરે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશનાં લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આજે આપણે તે બહાદૂર પીએસઆઈ ગૌતમ ચાવડા અને દોઢ મહિનાની નાની દિવ્યાંશીને મળીએ અને જાણીએ તેમણે કઇ રીતે આનો જીવ બચાવ્યો.

દિવ્યાંશીનાં માતા સોનલબેને જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીનાં જીવનમાં આટલું બધું પાણી ક્યારેય જોયું ન હતું. એકદમ તે દિવસે આટલું બધું પાણી આવ્યું ત્યારે મને થયું કે હવે મારી દીકરીનું શું થશે? મારું શું થશે? અમે લોકો પરિવાર અહીંથી કઈ રીતે બહાર નીકળીશું. અમારાથી નહીં જ નીકળી શકાય. ત્યારે જ આ એનડીઆરએફની ટીમ આવી સાથે આ સાહેબ પણ આવ્યાં હતા અને અમને બધાંને બચાવ્યાં હતાં. તે દરમિયાન ‘વસુદેવ’ કૃષ્ણને લઈને જઈ રહ્યાં હતાં તેવું દ્રશ્ય સામે આવ્યું હતું. ત્યારે આ તમામ સેવાભાવી લોકો જ અમારા માટે ભગવાનરૂપ બનીને આવ્યા હતાં.

બાળકીનાં પિતાએ કહ્યું હતું કે, જ્યારે આ પરિસ્થિતિ હતી ત્યારે હું અહીં ન હતો પરંતુ આ સાહેબે અહીં આવીને મારી દીકરીનો જીવ બચાવ્યો હું ઘણો જ આભારી છું. આ ઉપરાંત પીએસઆઈ ગૌતમ ચાવડાને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે, આજે પણ બાળકી તમારા હાથમાં છે અને ગઈકાલની તસવીર પણ દેશભરમાં જાણીતી થઈ ગઈ છે. તમને આજે બધાં ઓળખવા લાગ્યા છે.

પીએસઆઈએ કહ્યું હતું કે, હું ઘણો જ ગર્વ અનુભવ કરી રહ્યો છું. તે સમયે તો મેં આ બાળકીનો મોં પણ બરાબર જોયું ન હતું. મારા મનમાં તો એક જ વિચાર હતો કે આ નાનકડી દીકરીને કોઈપણ રીતે સલામતીથી બચાવી શકું. આ બાળકીને મેં પ્લાસ્ટિકનાં ટબમાં સુવડાવી હતી અને માથા પર મુકી હતી તેની પાછળ એક જ કારણ હતું કે આટલા પાણીમાં તેને સાચવીને પાર કરાવી શકાય.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page