Friday, April 19, 2024
Google search engine
HomeSportsકોહલી-અનુષ્કાની નવી તસવીરોએ લોકોમાં નવી જ ચર્ચા, લોકોએ કર્યા વિરાટના વખાણ

કોહલી-અનુષ્કાની નવી તસવીરોએ લોકોમાં નવી જ ચર્ચા, લોકોએ કર્યા વિરાટના વખાણ

એક્ટ્રસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના ફોટો ફેન્સને ખૂબ જ એક્સાઇટેડ રહે છે. માત્ર સેલેબ્રિટી કપલ જ નહીં પમ તેમની દીકરી વામિકાની એક ઝલક માટે પણ ફેન્સ પડાપડી કરે છે. હવે વિરાટ અને અનુષ્કાનો એક ફોટો વાઇલ થયો છે જેમાં વામિકા કનેક્સન પણ છે અને એક પિતાનો પ્રેમ પણ જોઈ શકાય છે.

ક્રિકેટર સંજય પહલ અને કુસાલ વાઘવાનીએ વિરાટ અને અનુષ્કા સાથે પોતાની ફેનબોય મોમેન્ટ્સ શેર કરી છે. આ બંને ક્રિકેટરોએ વિરુષ્કા સાથે ખેંચાવેલી  આ તસવીરમાંઅનુષ્કા યલો ડ્રેસમાં જ્યારે વિરાટ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે.

જે વાત પર લોકોનું સૌથી વધુ ધ્યાન ગયું, તે છે વિરાટના ખભા પર વામિકાનું બર્પ ક્લોથ. વિરાટના ખભા પર બર્પ ક્લોથે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીર પરથી વિરાટનો દીકર વામિકા પ્રત્યેનો અપાર પ્રેમ પ્રદર્શિત થાય છે. આ તસવીર વાઈરલ થચા બાદ લોકો વિરાટના ખૂબ વખાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે વામિકાના જન્મ પછી અનુષ્કાએ પણ ઇન્સ્ટાગ્રામ પર બર્પ ક્લોથ શેર કર્યું હતું.

ક્રિકેટની સાથે દીકરીની જવાબદારી પણ ઉપાડી લીધી હોવાથી લોકો તેને જેન્ટલમેન ગણાવી રહ્યા છે.  ફેન્સ વામિકાના બર્પ ક્લોથને જોઈ ખૂબ જ ખુશ છે. લોકોએ વિરાટના વખાણ કર્યા છે. એક યૂઝરે લખ્યું કે, ‘ડેડી ડ્યૂટીઝ, વિરાટના ખભા પર આ બર્પ ક્લોથ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. જવાબાર જેડી.’

એક અન્ય યૂઝરે લખ્યું, ‘વિરાટના ખભા પર બર્પ ક્લોથ, આ સ્વીટ ફઓટો માટે આભાર’ બીજા યૂઝર્સે પણ લખ્યું #DaddyVirat, #DaddyVee, #PapaKohli જેવા ટેગ્સ સાથે વિરાટના ખૂબ વખાણ કર્યા છે.

વિરાટ અને અનુષ્કાના ફેનપેજ પર તેમનો આ ફઓટો ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. ફેન્સ અલગ-અલગ ફેનપેજ પર વિરાટ અને અનુષ્કાના ફોટો જોઈ ખુશ છે અને વિરાટની પપ્પા ઇમેજ પસંદ કરી રહ્યા છે.

વાત કરીએ આ બર્પ ક્લોથની, તો દીકરીના જન્મ પછી કેટલાક દિવસો બાદ અનુષ્કાએ બર્પ ક્લોથનો ફોટો શેર કર્યો હતો. આ તેમણે કરન્ટ ફેવરેટ એસેસરીઝ બતાવ્યો હતો.

હાલમાં જ વિરાટ અને અનુષ્કા IPLની મેચ પછી ચેન્નઈથી પાછા મુંબઈ આવી ગયા છે. તેમની સાથે તેમની દીકરી વામિકા પણ જોવા મળી હતી. અનુષ્કા દીકરીના ખોળા માટે અને વિરાટ બેગ્સ ઉઠાવી એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page