Monday, April 15, 2024
Google search engine
HomeNationalશનિદેવની મૂર્તિ ચોરાતા લોકોમાં આક્રોશ, પોલીસે યમરાજની મૂર્તિ શોધી લાવીને આપી દીધી

શનિદેવની મૂર્તિ ચોરાતા લોકોમાં આક્રોશ, પોલીસે યમરાજની મૂર્તિ શોધી લાવીને આપી દીધી

એક વિચિત્ર અને શોકિંગ બનાવ સામે આવ્યો છે. બે સપ્તાહ પહેલા એક મંદિરમાંથી ભગવાન શનિદેવની પ્રતિમા ચોરાઈ ગઈ હતી. જેને લઈને લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રાજકીય પાર્ટીઓએ પણ દબાણ કર્યું હતું. જેના પગલે પોલીસે સક્રીય થઈને તપાસ આદરી હતી. દરમિયાન પોલીસને બાજુના ગામમાં મૂર્તિ મળી આવી હતી. પોલીસે મૂર્તિ મંદિરના ટ્રસ્ટ્રીઓને સોંપી હતી. જોકે મૂર્તિ જોઈને મંદિરના ટ્રસ્ટીઓ આંખો ફાટી રહી ગઈ હતી. કેમ કે આ મૂર્તિ ભગવાન શનિદેન નહીં પણ યમરાજની મૂર્તિ હતી.

આ શોકિંગ બનાવ મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. અહીંના ભિંડ જિલ્લાના ભાટનતાલ ગામમાં આવેલા નવગ્રહ મંદિરમાંથી સાત દિવસ પહેલાં ચોરો ભગવાન શનિદેવની મૂર્તિ ઉખાડીને લઈ ગયા હતા. મંદિરમાં મૂર્તિ ચોરાતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મામલો ધ્યાનમાં આવતાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વી ડી શર્માએ પણ પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

પોલીસે મૂર્તિ ઓળખવામાં થાપ ખાધી
દરમિયાન પોલીસે મઢી જેતપુરા ગામમાંથી મૂર્તિ મળી આવી હતી. પોલીસે મૂર્તિ લઈ આવી પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં રાખી હતી. પોલીસે આ મૂર્તિની ઓળખ માટે મંદિરના ટ્રસ્ટીઓને બોલાવ્યા હતા. મૂર્તિ જોઈને ટ્રસ્ટીઓ ચોંકી ગયા હતા કેમ કે આ મૂર્તિ શનિદેવ નહીં પણ યમરાજાની મૂર્તિ હતી. પહેલી નજરે એક જેવી દેખાતી બંને ભગવાની મૂર્તિના કારણે પોલીસ ગોથે ચડી હતી. મૂર્તિ શોધીને પોતાની પીઠ થબથબાવતી પોલીસ હવે મજાકનું પાત્ર બની છે. બંને મૂર્તિમાં અંતર ખબર નહીં હોવાનું જણાવી લોકો પોલીસને આડેહાથ લઈ રહ્યા છે.

આ અંગે મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ રામકુમાર મહતેએ કહ્યું હતું કે પોલીસ જે મૂર્તિ આપી રહી છે તે શનિદેવની નથી. મૂર્તિ જપ્ત કર્યાના નામે પોલીસે નાટક કરી રહી છે. ટ્રસ્ટ પોલીસના કૃત્યની નિંદા કરે છે. તેમજ શનિદેવની મૂર્તિ શોધી લાવવા માંગી કરીએ છીએ.

શનિદેવ અને યમરાજની મૂર્તિમાં આ અંતર હોય છે
પહેલી નજરે એક જેવી દેખાતી બંને મૂર્તિઓને જીણી નજરે જોશો તો ખૂબ અંતર છે. શનિદેવ હાથી, ઘોડા, ગીધ, સિંહ, શિયાળ, મોર, હરણની સવારી કરે છે. તેમના એક જમણા હાથમાં બાણ અને બીજા હાથમાં વરદાન આપવાની મુદ્રા હોય છે. એક ડાબા હાથમાં ધનુષ અને બીજા હાથમાં ત્રિશુલ હોય છે. જ્યારે યમરાજ પાડાની સવારી કરે છે. તેમના માથા પર સિંહના મુખવાળો મુંગટ અને લાંબી મૂંછ હોય છે. ખોપડીથી અલંકૃત ગદા ધારણ કરેલી હોય છે.

ભાઈઓ છે યમરાજ અને શનિદેવ
આદિપંચ દેવોમાંથી એક સૂર્ય દેવના કુલ 10 સંતાનો હતા. જેમાંથી બે પુત્રો યમરાજ અને શનિદેવ છે. આ ઉપરાંત યમુના, વૈવસ્વતમનુ, તપ્તિ, અશ્વિની પણ સૂર્યદેવના સંતાન છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page