Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodખૂબ જ સુંદર દેખાય છે ‘હેરાફેરી’ના દેવી પ્રસાદની પૌત્રી, જુઓ તસવીરો

ખૂબ જ સુંદર દેખાય છે ‘હેરાફેરી’ના દેવી પ્રસાદની પૌત્રી, જુઓ તસવીરો

ફિલ્મ ‘હેરાફેરી’ નો એક રોલ આજે પણ દર્શકોને યાદ રહી ગયો છે. ફિલ્મમાં દેવી પ્રસાદનો એક રોલ હતો અને તેમની એક પૌત્રી હતી, જેને બચાવવા માટે રાજૂ, શ્યામ અને બાબૂ ભૈયા પોતાનો જીવ જોખમમાં નાખી દે છે. શું તમને ખબર છે કે, દેવી પ્રસાદની એ પૌત્રી હવે મોટી થઈ ગઈ છે!

ઉલ્લેખનિય છે કે, 22 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ ‘હેરા ફેરી’ માં દેવી પ્રસાદનો રોલ કુલભૂષણ ખરબંદાએ કર્યો હતો. તો તેમની પૌત્રી રિંકૂનો રોલ બાલા કલાકાર એન એલેક્સિયાએ કર્યો હતો.

જોકે ત્યારબાદ એલેક્સિયા ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ હતી. એલેક્સિયા એનરા હવે બાળકી નથી રહી, હવે તે યુવાન અને ખૂબજ સુંદર બની ગઈ છે. ઈંસ્ટાગ્રામ પર એલેક્સિયાની એક-એકથી ચડિયાતી સુંદર તસવીરો છે.

એલેક્સિયાના ઈંસ્ટાગ્રામ અનુસાર, અત્યારે તે એલ બિઝનેસવુમન અને એનવાયરમેન્ટ કંસલ્ટન્ટ છે. તેણે પોતાના બાયોમાં પોતાની જાતને એન્ટરપ્રેન્યોર કહી છે અને તે Wasted Solutions નામનો બિઝનેસ ચલાવે છે.

ઉલ્લેખનિય છે કે, એલેક્સિયા એનરાએ માત્ર 3 વર્ષની ઉંમરથી જ મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તે આગળ પણ ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતી હતી, પરંતુ તેનાં માતા-પિતા એમ નહોંતાં ઈચ્છતાં.

એલેક્સિયા જ્યારે માત્ર 3 વર્ષની જ હતી, ત્યારે તેણે એક તમિલ ફિલ્મ અવ્વઈ ષનમુનીમાં કામ કર્યું હતું. આ ફિલ્મ 1996 માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ આ જ ફિલ્મ ‘ચાચી 420’ નામથી હિંદીમાં રિલીઝ થઈ હતી, જેમાં કમલ હાસને કામ કર્યું છે.

ઉલ્લેખનિય છે કે, એલેક્સિયાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તેનાં માતા-પિતાએ ‘હેરા ફેરી’ માં માત્ર એ જ કારણે કામ કરવા દીધું હતું, કારણકે તેનું શૂટિંગ ઉનાળામાં કરવામાં આવ્યું હતું. તે સમયે તેની શાળામાં ઉનાળુ વેકેશન ચાલતું હતું.

જો વાત એલેક્સિયાના એજ્યુકેશનની કરવામાં આવે તો તેણે ગ્રેજ્યુએશન કર્યું છે. તેની સાથે-સાથે તે એક સૉફવેર કંપનીમાં નોકરી પણ કરી ચૂકી છે.એક ઈન્ટરવ્યૂમાં એલેક્સિયાએ જણાવ્યું હતું કે, હવે તે એક્ટિંગની દુનિયામાં કમબેક કરવા નથી ઈચ્છતી. તેનું કહેવું છે, તે જ્યારે નાની હતી ત્યારે બહુ સારી એક્ટર છે.

એલેક્સિયાના જણાવ્યા અનુસાર, હવે મને નથી લાગતું કે, હું પહેલાંની જેમ સારી એક્ટિંગ કરી શકું તેમ છું. એટલે જ હું એ ફિલ્ડથી દૂર જ રહું છું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page