સ્વરૂપવાન પરિણીતા અને પાડોશી વચ્ચે મળી ગઈ આંખ, પૈસા સાથે જીસ્મની ભૂખ સંતોષવા લાગી

ક્લાર્કને હનીટ્રેપમાં ફસાવનાર મહિલાને લઈને રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મહિલા પ્રિયા અને તેના જીમ ટ્રેનર પતિ વિવેક વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. એટલે પ્રિયા મદદ માટે પાડોશી હિમાંશુંને બોલાવી હતી. આ મદદના સિલસિલામાં પ્રિયા-હિમાંશુ નજીક આવ્યા અને એકબીજા સાથે નંબર એક્સચેન્જ થયા પછી વાતો થવા લાગી. પછી બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. પ્રિયા હિમાંશુના પૈસા પોતાના શોખ પૂરા કરતી હતી. આ સંબંધની ખબર મહિલાના પતિ વિવેકને પડી જતાં પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો. જોકે ફરી મહિલા પતિ સાથે મળી ને જ પાડોશીને હનીટ્રેપમાં હસાવ્યો હતો.

શું હતો મામલો
રાજસ્થાનના બુંદીમાં એક પરિણીત સરકારી ક્લાર્ક હિમાંશુને પરિણીત મહિલા પ્રિયાએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. મહિલાએ તેની પાસે 18 લાખ રૂપિયા માગ્યા હતા. રૂપિયા આપવાની ના પાડી તો રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. મહિલા છેલ્લાં એક વર્ષથી તે યુવકને ઓળખતી હતી. કેસ સામે આવ્યા બાદ પોલીસે મહિલા તથા પતિ સહિત ત્રણની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ત્રણ લાખ રોકડા, 15 લાખનો ચેક મળી આવ્યો હતો. પોલીસે જ્યારે મહિલાને પકડી તો તે રડવા લાગી હતી અને આજીજી કરતી હતી. અધિકારીને હનીટ્રેપમાં ફસાવવા માટે પતિએ પણ પત્નીને સાથ આપ્યો હતો.

પ્રિયાએ હિમાંશુને પ્રેમજાળમાં ફસાવ્યો: અલવરમાં રહેતો હિમાંશુ મીણા શિક્ષણ વિભાગમાં એલડીસી પદ પર કાર્યરત છે. એક વર્ષ પહેલાં તેનું પોસ્ટિંગ બુંદીમાં થયું હતું. આ દરમિયાન તેની ઓળખાણ પડોશમાં રહેતી પ્રિયા શર્મા સાથે થઈ હતી.  પ્રિયાએ 6 વર્ષ પહેલાં વિવેક નામના જીમ ટ્રેનર સાથે લવ મેરેજ કર્યા હતા. પણ પ્રિયા અને વિવેક વચ્ચે વાંરવાર ઝઘડા થતા હતા. એટલે પ્રિયાએ મદદ માટે હિમાંશુને બોલાવતી હતી. દરમિયાન પ્રિયા અને હિમાંશુ વચ્ચે આંખ મળી ગઈ હતી. અને ફોન નંબરની આપલે બાદ વાતોનો સિલસિલો શરૂ થયો હતો. ધીમે ધીમે બંને વચ્ચે સંબંધો બંધા હતા. આની ખબર પ્રિયાના પતિ વિવેકને થઈ જતાં બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. આથી પ્રિયાએ 4 વર્ષની પુત્રીને લઈને પતિનું ઘર છોડી ને પાડોશમાં ભાડાના મકાનમાં રહેવા લાગી હતી. હવે પ્રિયા હિમાંશુને નવા મકાનમાં બોલાવતી. પ્રિયાએ કપડાનું કામ શરૂ કર્યું જેમાં નુકસાની આવી. મદદ માંગતા હિમાંશુએ રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યાર પછી પ્રિયાની રૂપિયાની લાલચ વધી ગઈ અને હિમાંશુને બ્લેકમેઈલ કરવા લાગી. એટલું જ નહીં પ્રિયા હિમાંશુ પાસે મોંઘી શોપિંગ પણ કરાવતી હતી. થોડાં દિવસ પહેલાં મહિલાએ પતિ વિવેક સાથે મળીને હિમાંશુને ખોટા રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. કેસ ના કરવાની અવેજમાં પૈસાની ડિમાન્ડ કરી હતી.

કંટાળીને ઘર બદલ્યું તો મહિલા ત્યાં પણ આવી ગઈ: બ્લેકમેઈલિંગથી કંટાળીને હિમાંશુએ ઓક્ટોબર, 2021માં પોતાની ટ્રાન્સફર અલવર નવા ગામમાં કરાવી હતી. પ્રિયાનો નંબર પણ બ્લોક કર્યો હતો. જોકે, પછી મહિલાએ ફેસબુક આઇડી તથા પરિચિતોની મદદથી નવું એડ્રેસ શોધી નાખ્યું હતું અને હિમાંશુના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં તેણે હંગામો કર્યો હતો. રેપ કેસમાં ફસાવવાની ધમકી પણ આપી દીધી હતી. હિમાંશુના પડોશી શિવરામ સિંહે માંડમાંડ મામલો થાળે પાડ્યો હતો અને 18 લાખમાં ડીલ કરાવી હતી.

ઘરે જાણ થઈ તો પૈસાની વ્યવસ્થા કરીઃ આ આખી ઘટના અંગે યુવકના પિતાને ખબર પડી તો તેઓ પૈસા લેવા તૈયાર થઈ ગયા હતા. 18 લાખમાંથી 3 લાખ રોકડા તથા 14 લાખનો ચેક આપવાનું નક્કી થયું હતું. ગુરુવાર 20 જાન્યુઆરીની સાંજે ચાંદપોલ મેટ્રોસ સ્ટેશનની બહાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ દરમિયાન યુવકના પિતાએ આ અંગેની માહિતી સંજય સર્કલ પોલીસ સ્ટેશનમાં આપી હતી. પીડિતે રોકડા રૂપિયા તથા ચેક આપ્યો ત્યારે પોલીસે પ્રિયા, વિવેક તથા વચેટિયા શિવરામની ધરપકડ કરી હતી.

ઘરે જાણ થઈ તો પૈસાની વ્યવસ્થા કરીઃ આ આખી ઘટના અંગે યુવકના પિતાને ખબર પડી તો તેઓ પૈસા લેવા તૈયાર થઈ ગયા હતા. 18 લાખમાંથી 3 લાખ રોકડા તથા 14 લાખનો ચેક આપવાનું નક્કી થયું હતું. ગુરુવાર 20 જાન્યુઆરીની સાંજે ચાંદપોલ મેટ્રોસ સ્ટેશનની બહાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ દરમિયાન યુવકના પિતાએ આ અંગેની માહિતી સંજય સર્કલ પોલીસ સ્ટેશનમાં આપી હતી. પીડિતે રોકડા રૂપિયા તથા ચેક આપ્યો ત્યારે પોલીસે પ્રિયા, વિવેક તથા વચેટિયા શિવરામની ધરપકડ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં મહિલા રડવા લાગીઃ ત્રણેયને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીંયા મહિલા જોર જોરથી રડવા લાગી હતી અને પગે પડવા લાગી હતી. મહિલા હાથ જોડીને કહેવા લાગી કે તેને કંઈ નથી જોઈતું. બસ તેને ઘરે જવા દેવામાં આવે. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખ રોકડા તથા 15 લાખનો ચેક પણ જપ્ત કર્યો હતો.

મહિલાએ લેખિતમાં આપ્યુંઃ ક્યારેય મેસેજ-ફોન નહીં કરું, આ મારા ભાઈ જેવોઃ આ અંગે જ્યારે ડીલ નક્કી થઈ ત્યારે પીડિત પરિવારને શંકા ગઈ હતી. રૂપિયાને બદલે એગ્રીમેન્ટ કરાવવાની વાત નક્કી થઈ હતી. મહિલા તથા પતિ અને દલાલે એગ્રીમેન્ટ પણ બનાવ્યો હતો. પોલીસને તે એગ્રીમેન્ટ પણ મળી આવ્યો હતો. આ એગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું હતું, ‘હું પ્રિયા શર્મા પત્ની વિવેક શર્મા ઉંમર 36 વર્ષ, બુંદીના હિમાંશુની સાથે પારિવારિક સંબંધો છે. હું તેને નાના ભાઈની જેમ માનું છું. કેટલાંક લોકોની ચઢામણીને કારણે છેલ્લાં મહિનાથી ફોન તથા મેસેજ કરીને ડરાવ્યો હતો. કેસ કરવાની ધમકી પણ આપી હતી. જ્યારે હું હિમાંશુના પિતાને મળી ત્યારે મારા વિચારો બદલ્યા અને તે મારો શુભેચ્છક હોય તેમ લાગ્યું. અમારી વચ્ચે કોઈ પણ પ્રકારના અવૈધ સંબંધો નથી.’

Similar Posts