Monday, April 15, 2024
Google search engine
HomeInternationalચીનના લોકોએ ભારત સરકારના કર્યા વખાણ, એવી વાત કરી કે તમને આપણા...

ચીનના લોકોએ ભારત સરકારના કર્યા વખાણ, એવી વાત કરી કે તમને આપણા દેશ પર ગર્વ થશે

યુક્રેન તથા રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આખી દુનિયા તણાવમાં છે. આ યુદ્ધમાં દુનિયાના તમામ દેશો પોત-પોતાનો અભિપ્રાય સામે રાખી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, પોલેન્ડ, જર્મીન જેવા દેશ યુક્રેનને હથિયાર આપી રહ્યાં છે. રશિયા તથા યુક્રેન યુદ્ધથી દુનિયા સ્ટ્રેસમાં છે. યુક્રેનમાં રહેતા લોકો બીજા દેશમાં જવા માગે છે. એક બાજુ ગોળીબાર ચાલે છે તો બીજુ બાજુ ઠંડી છે. લોકો બંકરમાં છુપાવવા મજબૂર બન્યા છે.

યુક્રેનથી 16 હજાર ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. 16 હજાર ભારતીયોમાંથી 14 હજાર વિદ્યાર્થીઓ છે. તેમને રોમાનિયા તથા પોલેન્ડના રસ્તેથી ભારત લાવવામાં આવી રહ્યાં છે. યુક્રેનમાં ચીનના વિદ્યાર્થીઓ પણ ફસાયા છે.

ભારતના મિશનના વખાણ કર્યાંઃ યુક્રેનમાં ફસાયેલા ચાઇનીઝ વિદ્યાર્થીઓ મ્યૂઝિકનો અભ્યાસ કરે છે. તેમણે કહ્યું હતું કે તેઓ ચીન જવા માગે છે, પરંતુ આ શક્ય નથી. તેને સાંભળ્યું કે ભારત સરકાર પોલેન્ડ, હંગેરી તથા રોમાનિયાના રસ્તેથી ભારતીયોને દેશ પરત લઈ જઈ રહી છે. ચીને પણ આ જ રીતે તેના નાગરિકોને બહાર કાઢવાની વ્યવસ્થા કરવી જોઈએ. તે ચાઇનીઝ એમ્બેસીના સંપર્કમાં છે, પરંતુ તેઓ ક્યારે ચીન જશે તે ખબર નથી.

પાકિસ્તાનીઓએ પણ ભારતના વખાણ કર્યા હતા: યુક્રેનમાં ફસાયેલા એક પાકિસ્તાની વિદ્યાર્થીએ વીડિયો ટ્વીટ કરીને કહ્યું, ‘આપણાં કરતા તો ભારત સારું છે. અહીં ફસાયેલા ભારતીયોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી, તેમને તેમના દેશમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમને પાકિસ્તાની હોવાના કારણે નુકસાન થઈ રહ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત ઘરે જતા જોઈને પાકિસ્તાનીઓ તેમની સરકારની નિંદા કરી રહ્યા છે. પાકિસ્તાનના ઘણા લોકો વડાપ્રધાન ઈમરાન ખાન પર એવા પણ આરોપ લગાવ્યા છે કે તેઓ પોતાનો જીવ બચાવીને એકલા જ રશિયાથી ભાગી ગયા છે.

સુપરમાર્કેટમાં ભીડઃ યુક્રેનની રાજધાની કીવમાં સુપરમાર્કેટમાં ભીડ ઉમટી છે. ગ્રોસરી ખરીદવા લોકોએ લાઇન લગાવી છે. અંદર જવા માટે પાંચથી છ કલાક સુધી ઊભા રહેવું પડે છે.

રહેણાંક વિસ્તારમાં મિસાઇલ અટેકઃ કીવ શહેરમાં રહેણાંક બિલ્ડિંગમાં મિસાઇલ અટેક કરવામાં આવ્યો હતો. આ બિલ્ડિંગના ચાર અપાર્ટમેન્ટ પૂરી રીતે ધ્વંસ થઈ ગયા છે અને અનેક લોકો મરી ગયા છે. આ સાથે જ અનેકને ગંભીર ઈજા થઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page