Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywood‘બાહુબલી’ના કટપ્પાની તબિયત લથડી, ફેન્સ થઈ ગયા ચિંતામાં ગરકાવ

‘બાહુબલી’ના કટપ્પાની તબિયત લથડી, ફેન્સ થઈ ગયા ચિંતામાં ગરકાવ

કોરોના વાયરસે ભારતમાં ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. એક્સપર્ટ આને ત્રીજી લહેર બતાવી રહ્યાં છે. મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં કોરોનાના રોજ 1.60 લાખથી વધારે કેસ આવી રહ્યાં છે. આ બધાંની વચ્ચે બોલિવૂડ સેલેબ્સ પણ કોરોના પોઝિટિવ થઈ ગયાં છે. બોલિવૂડ સહિત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. મહેશ બાબૂ બાદ બાહુબાલીના કટપ્પા એટલે સત્યરાજનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોરોનાને કારણો સત્યરાજની તબિયત વધારે લથડી ગઈ છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં ચાહકો નિરાશ જોવા મળ્યા હતાં.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સુધી સત્યરાજ શૂટિંગમાં વ્યસ્ત હતાં અને તે સમયે જે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઘરમાં આઈસોલેશન બાદ સત્યરાજની તબિયત વધારે ખરાબ થઈ હતી. ખરાબ હાલતને કારણે પરિવારજનોએ ચેન્નાઈમાં આવેલ એક હોસ્પિટલ પહોંચ્યા જ્યાં તેમને એડમિટ કરાવ્યા હતાં. સત્યરાજ 7 જાન્યુઆરીથી હોસ્પિટલમાં દાખલ છે. સત્યરાજ છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં છે પરંતુ હજુ સુધી તેમની કોઈ હેલ્થ અપડેટ સામે આવી નથી.

1978માં આવેલ ફિલ્મ ‘સત્તમ એન કઈઈલ’થી સત્યરાજે અભિનેતા તરીકે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેઓ પ્રોડક્શન મેનેજરના રૂપમાં કામ કરવા લાગ્યા. પરંતુ લીડ અભિનેતાના રોલ તરીકે 1985માં આવેલ ફિલ્મ ‘સાવી’માં કામ કર્યું હતું. અભિનેતાની દુનિયામાં એન્ટ્રી કરનાર સત્યરાજે ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં દીપિક પાદૂકોણના પિતા અને ડોનનો રોલ નિભાવ્યો હતો. સત્યરાજ કટપ્પાના રોલ માટે ડાયરેક્ટર રાજમૌલીની પહેલી પસંદ નહોતા. સૌથી પહેલા આ રોલ મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મોહનલાલને ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ મોહનલાલ આ ફિલ્મ કરી શક્યા નહોતા અને આ ફિલ્મમાં સત્યરાજની એન્ટ્રી થઈ હતી. તેઓ અત્યાર સુધી 200થી વધારે તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરૂ ચૂક્યા છે.

આ પહેલા કરીના કપૂર, અર્જૂન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર, સ્વરા ભાસ્કર, શનાયા કપૂર, જોન અબ્રાહમ અને તેમની પત્ની પ્રિયા રૂંચાલ, સીમા ખાન અને સોહેલ ખાનના પુત્ર યોહાન, રણવીર શૌરીના પુત્ર હારૂન, સોનુ નિગમ, નોરા ફતેહી, શિલ્પા શિરોડકર, ટીવી અભિનેત્રી અર્જૂન બિજલાની, ડેલનાઝ ઈરાની, સાઉથ અભિનેતા મહેશ બાબૂ, ટીવી અભિનેતા, નકુલ મહેતા, શિખા સિંહ અને વરૂણ સૂદ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page