Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratફેનિલ કોલેજમાં હથિયારો સાથે દાદાગીરી કરતો, કોલેજમાં યુવતીઓ છેડતી કરતો

ફેનિલ કોલેજમાં હથિયારો સાથે દાદાગીરી કરતો, કોલેજમાં યુવતીઓ છેડતી કરતો

સુરતની એક ઘટનાથી આખા ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે સુરતના કામરેજના પાસોદરા ખાતે એક તરફી પ્રેમનાં પાગલ યુવકે યુવતીનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી નાખી હતી. જેના કારણે સમગ્ર સુરતમાં હાહાકાર મચી ગયો હતો. યુવકે ગ્રીષ્માની માતા અને ભાઈની નજરો સામે જ તેનું ગળું કાપી નાંખ્યું હતું. જાહેરમાં આ ઘટના સર્જાતા તથા હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફક્ત સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. મહત્વની વાત એ છે કે, એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીની સામે ભારે ફીટકાર વરસી રહી છે. ફેનિલ ગોયાણી કોલેજકાળથી જ ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને ગેરકાયદે કપલ બોક્સ કાફે ચલાવતો હતો. ચોંકાવનારી વાત એ છેકે, કોલેજકાળમાં છોકરીઓની છેડતી કરવી તેના માટે એક સામાન્ય બાબત હતી. કોલેજ કેમ્પસમાં હથિયારો લઈને દાદાગીરી પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીની આખી કર્મ કુંડલી કાઢવાનો એક ખાનગી વેબ પોર્ટલે પ્રયાસ કર્યો છે. ફેનિલ સુરતની અમરોલી વિસ્તારની આર.વી પટેલ કોલેજના બીકોમમાં અભ્યાસ કરતો હતો. જૂન 2020માં કોલેજના પહેલા વર્ષમાં પૂરતી હાજરી ન હોવાને કારણે તેને પરીક્ષા આપતા અટકાવવામાં આવ્યો હતો અને તેનું ફોર્મ વિથડ્રોલ કરાવી દેવામાં આવ્યું હતું. યુવતી એટલે કે ગ્રિષ્મા વેકરિયા પણ એ જ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. ફેનીલ માત્ર એકલી જ યુવતી નહીં પરંતુ, અન્ય યુવતીઓ સાથે પણ ફરતો જોવા મળતો હતો તેવું પરિવારજનોનું કહેવું છે.

કોલેજમાં મહિનામાં એકાદ બે વાર જ જતો હતો. કોલેજ પહોંચ્યા બાદ પણ તે ક્લાસમાં જવાને બદલે કોલેજના કેમ્પસમાં બેસી રહેતો હતો. ફેનિલ પોતાના ખિસ્સામાં જ તિક્ષ્ણ હથિયારો લઈને કોલેજમાં આવતો હતો અને રૌફ જમાવવાનો પ્રયાસ કરતો હોય એ રીતે કેમ્પસમાં ફરતો જોવા મળતો હતો અને યુવતીઓની છેડતી કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમણે જણાવ્યું હતું કે, ફેનિલ કેમ્પસમાં જ બેસી રહેતો હતો અને ત્યાં આગળ તે લુખ્ખાગીરી કરતો અનેકવાર જોવા મળી ચૂક્યો છે. ફેનીલને જાણે કોઈનો ડર ના હોય તે રીતે યુવતીઓને પણ હેરાન કરતો અને આસપાસથી પસાર થતી યુવતીઓને પણ શાબ્દિક રીતે છેડતી કરતો હતો. નજીકના મિત્રો એ તેમના નામ આપ્યા વગર કહ્યું કે, તે અનેકવાર યુવતીઓ સાથે પણ સંપર્કમાં હતો અને તેમની સાથે પણ તેના અફેર હોવાની વાતો સામે આવી હતી.

મહત્વની વાત એ છે કે, એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં તે કોલેજના યુવક યુવતીઓને બેસવા-સૂવાની અને બીજી ઘણી વ્યવસ્થા કરી આપતો હતો. સેવન સ્ટાર નામથી કપલ બોક્સ કાફે કાપોદ્રા વિસ્તારના સ્કાય લાર્ક શોપિંગ સેન્ટરમાં ચલાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ત્યારબાદ મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલમાં સેવન સ્ટાર કાફે નામથી બીજા કોઈનું કપલ બોક્સ ચલાવતો હતો. સેવન સ્ટાર કાફેમાં ચાલતાં કપલ બોક્સ કોલેજીયન યુવક-યુવતીઓને ભાડેથી આપતો હતો. જેનો મસમોટો ચાર્જ પણ વસૂસતો હતો. સેવન સ્ટાર કાફે કપલ બોક્સમાં ફેનિલ સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા છે. તેમાં રોકાણ કરનારાઓની તપાસ થવી આવશ્યક છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page