અમદાવાદ: કાંકરિયા તળાવમાં બાલવાટિકા પાસે બનેલી રાઈડ્સ દુર્ઘટનાના કારણે બે લોકોનાં મોત નિપજ્યાં હતાં. મોતના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જોકે આ દુર્ઘટનાએ દાણીલીમડા રહેતા મોમીન પરિવારની ચાર બહેનોનો એકના એક ભાઈનો ભોગ લીધો છે. રવિવારે બનેલી રાઇડ્સ દુર્ઘટનામાં 22 વર્ષિય મહમદ ઝૈદ આર મોમીનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ક્લીફટન ટાવરમાં મોમીન પરિવાર રહે છે. આ પરિવારમાં ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ 22 વર્ષિય મહમદ ઝૈદ આર મોમીન રવિવારની રજા હોવાથી કાંકરિયા લેકમાં ફરવા પહોંચ્યો હતો.
ઝૈદ બાલવાટીકા ગેટ નં-4 પાસે આવેલી ડિસ્કવરી રાઇડ્સમાં બેઠો હતો. જોકે ઝૈદને ખબર ન હતી કે આ મજા તેના જીવનની છેલ્લી મજા હશે. ઝૈદ સહિત બાકીના 30 લોકો આ રાઈડમાં બેઠા હતા. રાઇડ શરૂ થતાંની સાથે જ સેકન્ડોમાં રાઇડ વચ્ચેથી તૂટી ગઈ હતી અને તમામ 31 લોકો 30 ફૂટની ઊંચાઈએથી જમીન ઉપર પટકાયા હતા.
રાઇડ જમીન ઉપર પટકાવવાની સાથે જ 22 વર્ષીય ઝૈદનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. આમ મામીન પરિવારનો એકના એક કુળદિપક બુજાયો હતો. પરિવારના એકનો એક ભાઈ અને દીકરો ગુમાવતા મોમીન પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને શોકની લાગણી ફેલાઇ હતી.
ઝૈદના મૃતદેહને એલજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. અહીં પરિવારજનોના આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઇ રહ્યા અને સમગ્ર માહોલ હૃદયદ્રાવક બની ગયો હતો.
? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? Dive into this exciting adventure of discovery and let your thoughts roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the realms of discovery! ?