Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalઅઢી ફૂટના અઝીમ અને ત્રણ ફૂટની બુશરાના લગ્નમાં ઉમટી ભીડ

અઢી ફૂટના અઝીમ અને ત્રણ ફૂટની બુશરાના લગ્નમાં ઉમટી ભીડ

ઉત્તરપ્રદેશના શામલીના રહેવાસી માત્ર અઢી ફૂટની ઉંચાઈ વાળા અઝીમ અંસારીનું પણ વરરાજા બનવાનું સપનું પૂરું થઈ ગયું છે. બુધવારે હાપુડની રહેવાસી 3 ફૂટ ઊંચી બુશરા સાથે તેનાં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યાં છે. આ સમયે તેમનાં નજીકનાં સગાં-સંબંધી અને આસપાસના લોકો હાજર રહ્યા હતા. અઝીમની ધામધૂમથી જાન કાઢવામાં આવી હતી. અઝીમને વરરાજાના વેશમાં જોવા માટે આસપાસના વિસ્તારમાં ભીડ એકઠી થઈ હતી.

અઝીમ છેલ્લા ઘણા સમયથી લગ્ન કરવા ઈચ્છતો હતો. આ માટે તેણે પીએમ મોદી, યોગી આદિત્યનાથ, બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના વિસ્તારના એસએચઓનો પણ સંપર્ક કર્યો હતો અને તેના માટે યોગ્ય દુલ્હન શોધવા માટે વિનંતિ કરી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ અઝીમ રાતોરાત સોશિયલ મીડિયામાં હીરો બની ગયો હતો અને આખા દેશમાંથી તેના લગ્ન માટે માંગાં આવવા લાગ્યાં હતાં.

બુધવારે જ્યારે તેનો વરઘોડો નીકળ્યો ત્યારે તેના પિતાએ તેને ઉપાડી લીધો હતો. તેણે આસપાસના લોકોને કહ્યું કે હું મારા માટે બેગમ લેવા જઈ રહ્યો છે, આખરે અલ્લાહે મારું સાંભળ્યું. તે શેરવાની પહેરીને નાચતો-નાચતો કારમાં બેઠો. તે વારંવાર તેની પાઘડીને સંભાળતો જોવા મળતો હતો અને નિકાહની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.

અઝીમે ક્રિમ કલરની શેરવાની અને સાફો પહેર્યો હતો. તો બુશરા લાલ રંગના લહેંગામાં ખૂબજ સુંદર લાગી રહી હતી. બંને લગ્નનાં કપડાંમાં ખૂબજ સુંદર લાગી રહ્યાં હતાં. બેન્ડ બાજા સાથે ખૂબજ ધામધૂમથી અઝીમ મંસૂરીની તેના ઘરેથી જાન નીકળી અને તેમાં સગાં-સંબંધીઓએ ખૂબ ડાન્સ કર્યો. અઝીમે પણ કારમાં બેઠાં-બેઠાં હાથ હલાવીને પોતાની ખુશી વ્યક્ત કરી.

જેવી 29 વર્ષના અઝીમની જાન હાપુડમાં બુશરાના ઘરે પહોંચી, દુખાને જોવા ભીડ જમા થઈ ગઈ હતી. લોકોએ અઝીમ મંસૂરી અને બુશરાને શુભકામનાઓ આપી. આ દરમિયાન ઘણા લોકોએ એમ પણ કહ્યું કે, અલ્લાહે બહુ સરસ જોડી બનાવી છે. સૌએ બંનેના સુખી લગ્નજીવનની કામના કરી. નિકાહમાં હાજર લોકો બંને સાથે સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા હતા.

અઝીમના પિતા હાજી નસીમ મંસૂરી પણ દીકરાના નિકાહમાં ખૂબજ ખુશ દેખાઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે, મારો દીકરો દુખો બન્યો છે. તે લગ્ન માટે ખૂબજ પરેશાન હતો. તેની ઈચ્છા પૂરી થઈ ગઈ. અમે ઘણા સમયથી આ જ ઈચ્છતા હતા કે બહુ જલદી અમારા દીકરાનાં લગ્ન થઈ જાય. અમે 20 જાનૈયાઓ સાથે હાપુડ ગયા હતા.

બુશરા હાપુડના મજીદપુરા મહોલ્લાની રહેવાસી છે. તે બીકૉમ સુધી ભણેલી છે. તો અઝીમ શામલીના કૈરાના જિલ્લામાં કપડાંનો વ્યવસાય કરી રહ્યો છે. આ સંબંધ અઝીમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યા બાદ થયો હતો. તેમના નિકાલ હાપુડના રહેવાસી હાજી અય્યૂબે કરાવ્યા હતા.

હાજી અય્યૂબે જણાવ્યું કે, તેમણે બુશરાને આ વિસ્તારમાં આવતી-જતી ઘણી વાર જોઈ હતી. અઝીમ મંસૂરીનો વીડિયો વાયરલ થયો એટલે મને બંનેના નિકાહનો વિચાર આવ્યો. નિકાહ માટે વાત કરી તો, બુશરાનાં પરિવારજનો તૈયાર થઈ ગયાં. ત્યારબાદ બુશરાનાં પરિવારજનોએ અઝીમને જોયો અને તેમણે હા પાડી દીધી. બંને પરિવારોએ મળીને સગાઈ બધી રસમો કરી.

હાપુડમાં નમાજ-એ-જૌહર અઝીમના નિકાહ કરવામાં આવ્યા. મૌલાના આબિદે એક વકીલ અને બે ગવાહોની હાજરીમાં 5100 રૂપિયા મેહર સાથે અઝીમના નિકાહ કરાવ્યા. દુલ્હને જેવું કુબુલ હૈ.. કુબુલ હૈ… કહ્યું અને મુસાફે થવા લાગ્યા. ચારેય બાજુ સુગંધીદાર ફુવારાઓ સાથે લોકો શુભકામનાઓ આપવા લાગ્યા. નિકાહનો કાર્યક્રમ ખૂબજ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યો. બંને પરિવારો માટે આ દિવસ ખૂબજ ખાસ હતો. અઝીમ અને બુશરા ખૂબજ ખુશ દેખાઈ રહ્યાં હતાં.

સોશિયલ મીડિયામાં અઝીમ અને બુશરાની તસવીરો બહુ વાયરલ બની છે. લોકો તસવીરો જોઈને મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે અને લોકોને સુખી લગ્નજીવનની શુભકામનાઓ આપી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page