Monday, April 15, 2024
Google search engine
HomeBollywood‘ધન છે ગુજરાતની ધરતી’: આવી ગયું કિંજલ દવેનું નવું સોંગ, બે દિવસમાં...

‘ધન છે ગુજરાતની ધરતી’: આવી ગયું કિંજલ દવેનું નવું સોંગ, બે દિવસમાં 21 લાખથી વધુ લોકોએ જોયું

અમદાવાદ: ‘ચાર-ચાર બંગળીવાળી ગાડી…’ સોંગથી ગુજરાત સહિત દેશ-વિદેશમાં લોકપ્રિયતા મેળવનાર કિંજલ દવેની ફેન ફોલોઈંગ દિવસે ને દિવસે વધતી જાય છે. આ સુપરહિટ ગીત બાદ કિંજલ દવેએ ‘અમે લહેરી લાલા’, ‘ભૈલુ હાલ્યા જાનમાં’ અને ‘મોજમાં રે મોજમાં’ જેવા સુપરહિટ સોંગ્સ આપ્યાં છે.

આ બધાં સોંગ બાદ હવે કિંજલ દવેનું ‘ગરવી ગુજરાત’ પર વધુ એક સોંગ રિલીઝ થયું છે. ‘ધન છે ગુજરાતની ધરતી’ ટાઈટલ હેઠળ રિલીઝ થયેલા આ સોંગ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

યુ-ટ્યુબમાં 18મેએ રિલીઝ કરાયેલા આ સોંગની લોકપ્રિયતાનો અંદાજ તે વાત પરથી જ લગાવી શકાય છે કે, આ ગીતને 48 કલાકમાં જ 21 લાખથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે. 5 મીનિટના આ ગીતમાં સમગ્ર ગુજરાતની આખી ઝલક જોવા મળે છે.

કિંજલ દવેના આ સોંગને સૌરભ ગજ્જર અને કિંજલ દવેના પિતા લલિત દવેએ ડિરેક્ટ કર્યું છે. જ્યારે ગીતના શબ્દો મનુ રબારી અને આનંદ મેહરાએ લખ્યા છે. આ ઉપરંત સંગીત મયુર નદિયાએ આપ્યું છે.

આ ગીતનું શૂટિંગ અસારવા ગામ અને એક રેસ્ટોરાંમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં લો ગાર્ડન, માણેકચોક, અડાલજની વાવ સહિતની અલગ-અલગ જગ્યાના સુંદર દ્રશ્યો જોવા મળે છે.

કિંજલ દવેનું નવું સોંગ સાંભળવા માટે અહીં ક્લિક કરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page