Monday, April 15, 2024
Google search engine
HomeGujaratશરીર સુખ માણવા ગયેલી યુવતીને અમદાવાદની હોટલમાંથી કેમ ઉભી પૂછડીએ ભાગવું પડ્યું

શરીર સુખ માણવા ગયેલી યુવતીને અમદાવાદની હોટલમાંથી કેમ ઉભી પૂછડીએ ભાગવું પડ્યું

young girl and man in ahmedabad hotel : રાજ્યમાં યુવાનોને હાર્ટ અટેક આવવાના કિસ્સાઓ ભારે વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની વસ્ત્રાલની એક હોટલના રૂમમાં યુવક-યુવતી અંગતપળો માણવા ગયા હતા. દરમિયાન અંગતપળો માણતી વખતે યુવકને હાર્ટઅટેક આવતા તેનું હોટલના બેડમાં જ મોત થયુ હતું. જોકે યુવકના મોતના કારણે યુવતી ડરી ગઇ હતી અને ત્યાંથી ચૂપચાપ ભાગી ગઇ હતી.

કલાકો પછી પણ રૂમમાંથી યુવક બહાર નહીં નીકળતા હોટલના સ્ટાફે તપાસ કરતા યુવક બેડ પર પડેલો મળી આવ્યો હતો. બાદમાં રામોલ પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં યુવકને હાર્ટઅટેક આવ્યો હોવાનુ બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવતી ગભરાઇને ભાગી ગઇ

32 વર્ષનો મોહંમદ ઇમરાન અંસારી પોતાના પરિવાર સાથે રહે છે. બુધવારે 27 સપ્ટેમ્બરના રોજ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી સરગમ પેલેસ નામની હોટલમાં બપોરે ઇમરાન એક યુવતી સાથે આવ્યો હતો અને રૂમ બુક કરાવ્યો હતો. થોડીવાર બાદ યુવતી હોટલમાંથી ગભરાયેલી હાલતમાં જતી રહી હતી. પરંતુ યુવક રૂમમાંથી બહાર આવ્યો ન હતો. જેથી હોટલના સ્ટાફે રૂમમાં જઈને તપાસ કરતા બેડ પર યુવક પડેલો હતો. જેથી હોટલના સ્ટેફે રામોલ પોલીસને જાણ કરી હતી.

જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનને હાર્ટઅટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ યુવાનની મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page