Thursday, April 18, 2024
Google search engine
HomeInternationalબેનપણીથી દૂર રહેવું નહોતું, પતિ સાથે જ કરાવી દીધા લગ્ન

બેનપણીથી દૂર રહેવું નહોતું, પતિ સાથે જ કરાવી દીધા લગ્ન

આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં ઘણીવાર અજીબોગરીબ ઘટનાઓ જોવા મળે છે. પાકિસ્તાનમાંથી વારંવાર એવા સમાચાર આવે છે કે, આપણને વિશ્વાસ જ ન આવે. ગત દિવસોમાં પાકિસ્તાનમાં ઘણી મુસ્લિમ છોકરીઓએ પોતાના બાપ-દાદાની ઉંમરના પુરૂષો સાથે લગ્ન કર્યાં છે.

તાજેતરમાં જ એક 22 વર્ષની પાકિસ્તાની છોકરી આયશાએ પોતાના ઘરે પંખા અને લાઈટ રિપેર કરવા આવેલ 50 વર્ષના ઈલેક્ટ્રિશિયન સાથે લગ્ન કરી લીધાં હતાં. જોકે એક આ જ ઉંમરની છોકરીએ આ પહેલાં 61 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરી લીધાં હતાં, હવે ફરી એકવાર એક આશ્ચર્યજનક સમાચાર પાકિસ્તાનમાંથી આવ્યા છે.

પાકિસ્તાનમાં એક વ્યક્તિએ બે-બે મહિલાઓ સાથે લગ્ન કર્યાં છે. ખાસ વાત એ છે કે, આ વ્યક્તિની બંને પત્નીઓ એકબીજાની મિત્રો છે. બંને મિત્રોએ એકજ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં છે. આ ઘટના પાકિસ્તાનના મુઝફ્ફરગઢની છે. અહીં બે સહેલીઓએ એકજ પુરૂષ સાથે લગ્ન કરી લીધાં છે.

આ બે મહિલાઓનાં નામ છે શહનાઝ અને નૂર, જ્યારે એ નસીબદાર વ્યક્તિનું નામ છે એજાજ. શહનાઝ અને નૂર મુજફ્ફરગઢમાં એક જ મહોલ્લામાં રહેતી હતી. બંને વચ્ચે બહુ સારી મિત્રતા હતી. જોકે ત્યારબાદ શહનાઝનાં લગ્ન એજાજ સાથે થઈ ગયાં. એવામાં શહનાઝ અને નૂર અલગ પડી ગયાં. પરંતુ બંને એકબીજા કરતાં વધારે દૂર રહી ન શકી. ત્યારબાદ જે થયું એ બહુ મહત્વનું હતું.

લગ્ન બાદ શહનાઝ તેની સાસરીમાં આવી ગઈ. નૂર અને શહનાઝ એકબીજાથી દૂર થવા છતાં વારંવાર એકબીજાને મળતાં રહેતાં હતાં. વારંવાર નૂર શહનાઝને મળવા માટે તેના ઘરે જતી હતી. આ દરમિયાન બંને વચ્ચે કઈંક એવું થયું કે, હવે બંને સાથે એકજ ઘરમાં રહે છે. વાસ્તવમાં શહનાઝે તેની મિત્ર નૂરનાં લગ્ન પોતાના જ પતિ સાથે કરાવી દીધાં. હવે ત્રણેય સાથે જ રહે છે. એજાજ વ્યવસાયે દરજી છે.

ઉલ્લેખનિય છે કે, શહનાઝ અને નૂર એકબીજાથી દૂર રહેવા ઈચ્છતાં નહોંતાં. હવે એવું શું કરી શકાય કે, કે બંને સાથે રહી શકે? એવામાં બંનેએ સાથે મળીને એક ગજબનો ઉપાય શોધ્યો. નક્કી કરવામાં આવ્યું કે, નૂર એજાજ સાથે લગ્ન કરશે. આ અંગે શહનાઝે એજાજ સાથે વાત કરી અને તેની મંજૂરી માંગી. એજાજને આમાં કોઈ વાંધો નહોંતો. તેણે નૂર સાથે બીજાં લગ્ન કરી લીધાં અને હવે ત્રણેય સાથે ખુશહાલ જીવન જીવી રહ્યાં છે.

શહનાઝ બે અને નૂર છે બે બાળકોની મા..
આ કેસ ચારેય તરફ ચર્ચામાં છે. લોકો આ બે સહેલીઓની મિત્રતાની વાતો કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, શહનાઝ અને નૂર માતા પણ બની ચૂકી છે. એજાજથી શહેનાઝને બે બાળકો છે, જ્યારે નૂરને એક બાળક છે. નૂરે કહ્યું કે, અમે ત્રણેય સાથે ખૂબ ખુશ છીએ. અમે ક્યારેય લડતા નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page